ટ્રમ્પે અલગ પક્ષ રચવાની વાતનો કર્યો ઈનકાર

01 March 2021 03:14 PM
World
  • ટ્રમ્પે અલગ પક્ષ રચવાની વાતનો કર્યો ઈનકાર

વ્હાઈટ હાઉસ છોડ્યા બાદ પહેલી વખત સામે આવ્યા પૂર્વ રાષ્ટ્રપતિ

નવીદિલ્હી, તા.1
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડયા બાદ પહેલી વખત સાર્વજનિક રીતે સામે આવ્યા છે. મહાભિયોગની તપાસમાંથી છૂટ્યાના અમુક સપ્તાહો બાદ એક કાર્યક્રમમાં આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે નવી રાજકીય પાર્ટી બનાવવાને લઈને ચાલી રહેલી અટકળો પર વિરામ લગાવતાં કહ્યું કે તેઓ નવો પક્ષ બનાવવાના નથી.ટ્રમ્પે બાઈડન તંત્ર પર હુમલો કરતાં કહ્યું કે અમેરિકા ફર્સ્ટની નીતિ અમેરિકા લાસ્ટમાં પહોંચી ગઈ છે. ક્ધઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (સીપીએસી) 2021ની બેઠક ફ્લોરિડામાં આયોજિત કરવામાં આવી છે. આ બેઠકમાં બોલતાં પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું કે આજથી ચાર વર્ષ પહેલાં અમે જે યાત્રા શરૂ કરી હતી તે હજુ ખતમ થઈ નથી. અહીં અમે પોતાના ભવિષ્ય, દેશના ભવિષ્ય અને આગામી પગલાંના ભવિષ્ય વિશે વાત કરવા આવ્યા છીએ.

ટ્રમ્પે પોતાના ભાષણની શરૂઆત ભીડને એવું પૂછીને કરી કે શું તમે મને યાદ કર્યો ? આ પ્રશ્નના જવાબમાં તેના સમર્થકોના ટોળાએ અત્યંત ઉતાવળા અંદાજમાં જવાબ આપતાં કહ્યું કે હા...ભીડમાં મોટાભાગના લોકો માસ્ક વગર જ આવ્યા હતા. દરમિયાન ટ્રમ્પે નવી રાજકીય પાર્ટી બનાવવાની અટકળોને ફગાવતાં કહ્યું કે આ બધા અહેવાલો બકવાસ છે. નવો પક્ષ બનાવવાથી આપણા મતો વહેંચાઈ જશે અને આપણે ક્યારેય પણ જીતી શકશું નહીં. ટ્રમ્પે રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રારંભીક નિર્ણયો અને તેમાં પણ ખાસ કરીને પ્રવાસી નીતિની જોરદાર ટીકા કરી હતી. ટ્રમ્પે કહ્યું કે આપણષ લોકો તમામ રીપબ્લીકન પાર્ટીના છીએ અને પાર્ટી પહેલાં કરતાં પણ વધુ મજબૂત અને એકજૂથ થશે. ભાષણમાં ફરી એક વખત ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગોટાળા થયા હોવાની વાત કહી હતી.


Related News

Loading...
Advertisement