અમિતાભ બચ્ચન પર મોતિયાનું ઓપરેશન: ચાહકોની ચિંતા હળવી થઈ

01 March 2021 11:29 AM
Entertainment
  • અમિતાભ બચ્ચન પર મોતિયાનું ઓપરેશન: ચાહકોની ચિંતા હળવી થઈ

ઓપરેશન ના.24 કલાકમાં રજા આપી દેવાશે

મુંબઈ: બોલીવુડના સુપર ડુપર સ્ટાર્સ અમિતાભ બચ્ચન પર આજે મોતીયાનું ઓપરેશન થશે. શનિવારે બીગ-બી એ ટવીટ કરીને તેઓ સ્વાસ્થ્યના કારણોસર હોસ્પીટલમાં દાખલ થયા હોવાની માહિતી આપતા અને ઓપરેશન કરવું જરૂરી હોવાનું પણ કહેતા તેના ચાહકોમાં ચિંતાની લાગણી ફરી વળી હતી અને સસ્પેન્સ પણ ઉભો થયો હતો પણ બાદમાં બીગબીના એક મિત્રએ માહિતી આપી કે અમિતાભને આંખમાં ઝાંખપ આવવાથી તેઓને મોતિયાનું ઓપરેશન કરવું જરૂરી બનશે. બીગબીએ મેડીકલ ક્ધડીશન્ડ તેવા દલીલથી ટવીટ કર્યુ હતું. જો કે બીગ બી ઓપરેશનના 24 કલાકમાં જ ઘરે પરત આવશે અને એક સપ્તાહ આરામ કરશે. હાલમાં જ બોલીવુડમાં બાવન વર્ષ પુરા કરનાર બીગબી પાસે હજુ અનેક પ્રોજેકટ હાથ પર છે.


Related News

Loading...
Advertisement