અમેરિકામાં હવે જોનસન એન્ડ જોનસનની વેકિસનને મંજુરી

01 March 2021 11:27 AM
Top News World
  • અમેરિકામાં હવે જોનસન એન્ડ જોનસનની વેકિસનને મંજુરી

કોરોનાના ખાત્માની દિશામાં સકારાત્મક કદમ:બાઈડન

વોશીંગ્ટન તા.1
અમેરીકાનાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરીટી (એફડીએ) શનિવારે દેશમાં જોનસન એન્ડ જોનસનની એક ડોઝવાળી કોરોના વેકસીનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી દીધી છે ફાઈઝર અને મોડર્ના બાદ આ અમેરિકામાં ઈમરજન્સી સ્થિતિઓમાં ઉપયોગની મંજુરી મેળવનાર ત્રીજી રસી છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તેને કોવિડ-19 ના ખાત્માની દિશામાં ઉઠાવવામાં આવેલ સકારાત્મક પગલુ ગણાવ્યુ હતું. એમણે જણાવ્યું હતું કે આ દરેક અમેરીકી નાગરીકો માટે ઉત્સાહજનક ખબર છે. આપણે જાણીએ છીએ કે જેટલા વધુ લોકોને રસી લગાવવામાં આવશે એટલી ઝડપથી આપણે આ વાઈરસનો નિવેડો લાવી શકીશુ. આપણા મિત્રો અને પ્રિયજનોને મળી શકશુ તેમજ અર્થ વ્યવસ્થાની ગાડીને પાટા પર લાવી શકીશુ.


Related News

Loading...
Advertisement