અમિતાભ બચ્ચનની તબિયત લથડી : સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખીને કહ્યું - 'સર્જરી કરાવવી પડશે'

28 February 2021 04:15 PM
Entertainment India
  • અમિતાભ બચ્ચનની તબિયત લથડી : સોશ્યલ મીડિયા પર પોસ્ટ લખીને કહ્યું - 'સર્જરી કરાવવી પડશે'

હાલ એ જાણવા નથી મળ્યું કે, તે કઈ પ્રકારની સર્જરી કરાવવાના છે અને ક્યારે થશે : ચાહકો બીગ-બીની ઝડપથી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે

મુંબઈ:
અમિતાભ બચ્ચનના ચાહકો માટે ચિંતામાં નાખી દયે તેવા સમાચાર મળી રહ્યા છે. બિગ બી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેમણે તેમના બ્લોગ દ્વારા માહિતી આપી હતી કે, તેમની તબિયત લથડતી જઈ રહી છે, અને હવે તેમને સર્જરી કરાવવી પડશે.

78 વર્ષીય અભિનેતાએ શનિવારે પોતાના બ્લોગમાં લખ્યું હતું કે મેડિકલ કન્ડિશન… સર્જરી… હું લખી શકતો નથી, એબી.’ અમિતાભે આ સિવાય કોઈ માહિતી શેર કરી નથી.

અમિતાભ બચ્ચનનો આ બ્લોગ જોયા પછી તેના ચાહકો પરેશાન થયા છે. બિગ બી પણ તેની નાની નાની વાતો સોશિયલ મીડિયા દ્વારા શેર કરતા રહે છે. જો કે, હાલ એ જાણવા નથી મળ્યું કે, તે કઈ પ્રકારની સર્જરી કરાવવાના છે અને તે ક્યારે થશે તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, ચાહકો તેની ઝડપથી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

● …કલ હી પતા ચલેગા કૈસે રહે વે : બચ્ચનનું ટ્વીટ

આ પહેલા અમિતાભ બચ્ચને એક ટ્વીટમાં લખ્યું હતું કે, "કુછ જરૂરત સે જ્યાદા બઢ ગયા હેં, કુછ કાટને પર સુધરને વાલા હૈ, જીવન કાલ કા કલ હૈ યે, કલ હી પતા ચલેગા કેસે રહે વે…"

● બચ્ચને ફિલ્મ ઉદ્યોગમાં 52 વર્ષ પૂરા કર્યા

15 ફેબ્રુઆરીએ અમિતાભ બચ્ચને ફિલ્મ ઉદ્યોગમાં 52 વર્ષ પૂરા કર્યા, 15 ફેબ્રુઆરી, 1969 ના રોજ અમિતાભ બચ્ચને ફિલ્મોની દુનિયામાં પગ મૂક્યો. તેણે મૃણાલ સેનના ભુવન શોમમાં વોઇસ નરેટર તરીકેની શરૂઆત કરી. આ પછી તેણે એકથી વધુ હિટ ફિલ્મો આપી છે. મહાનાયકની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે બ્રહ્માસ્ત્ર, ઝુંડ, ચેહરે, મે-ડે જેવી ફિલ્મોમાં જોવા મળશે.


Related News

Loading...
Advertisement