ગુજરાતમાં કોરોના વકર્યો : સતત ત્રીજા દિવસે 400થી વધુ કેસ, 1 દર્દીનું મૃત્યુ

27 February 2021 08:13 PM
Gujarat
  • ગુજરાતમાં કોરોના વકર્યો : સતત ત્રીજા દિવસે 400થી વધુ કેસ, 1 દર્દીનું મૃત્યુ

એક્ટિવ કેસોની સંખ્યા વધીને 2258 થઈ, રિકવરી રેટ ઘટીને 97.53 ટકા થયો

રાજકોટઃ
ગુજરાતમાં મહાપાલિકાની ચૂંટણી પછી કોરોનાના નવા કેસોની સંખ્યા વધવા લાગી છે. ફરી એકવાર ગુજરાતમાં કોરોના વકર્યો છે. સતત ત્રીજા દિવસે 400થી વધુ કેસ સામે આવ્યા છે અને 1 દર્દીનું મૃત્યુ થયું છે. એક્ટિવ કેસોની સંખ્યા વધીને 2258 થઈ છે તો રિકવરી રેટ ઘટીને 97.53 ટકા થયો છે. સરકાર ફરી એકવાર કોરોનાને લઈ ચિંતામાં મુકાઈ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 451 કેસો નોંધાયા છે અને 328 દર્દીઓ સાજા થયા છે. એ સાથે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,62,815 થઈ છે. રાજ્યમાં કુલ 36 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 2222 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4409 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,69,482 પર પહોંચ્યો છે.

આજે બોટાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પાટણ એમ 4 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી જ્યારે, ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પણ કોઈ કેસ સામે આવ્યો નથી.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

અમદાવાદ 106, સુરત 94, વડોદરા 82, રાજકોટ 40, ભાવનગર 16, આણંદ - કચ્છ - ગાંધીનગર 9, જામનગર 8, ખેડા - મહીસાગર - પંચમહાલ - સાબરકાંઠા 7, ગીર સોમનાથ - મહેસાણા 6, નવસારી - જૂનાગઢ 5, મોરબી 4, ભરુચ - છોટાઉદેપુર - દાહોદ - દેવભૂમિ દ્વારકા - નર્મદા - તાપી 3, અમરેલી 2, અરવલ્લી - બનાસકાંઠા - પોરબંદર - વલસાડ 1.


Related News

Loading...
Advertisement