સુરતમાં સવારે ધરતી ધ્રુજી: 3.1 તીવ્રતાનો આંચકો

27 February 2021 05:48 PM
Surat Gujarat
  • સુરતમાં સવારે ધરતી ધ્રુજી: 3.1 તીવ્રતાનો આંચકો

ભૂકંપનું કેન્દ્રબિંદુ સુરતથી 29 કિ.મી. દૂર નોંધાયું

સુરત તા. 27 : સુરતમાં આજે સવારે ધરતીનાં પેટાળમાં સળવળાટ સાથે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. 3.1 ની તીવ્રતાના આંચકાથી લોકોમાં ગભરાહટ ફેલાયો હતો.ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં છેલ્લા 15 દિવસમાં 33 જેટલા ભુકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે આજે સવારે 4:35 કલાકે ભુકંપનો વધુ એક આંચકો અનુભવાયો હતો. 3.1 ની તીવ્રતાવાળા આ આંચકાનું કેન્દ્ર બિંદુ સુરતથી ર9 કિ.મી. દુર નોંધાયુ હતુ.વહેલી પરોઢે અચાનક ભુકંપ આવતા બિલ્ડીંગમાં રહેતા લોકો ગભરાહટ સાથે જાહેર રસ્તા ઉપર આવી ગયા હતા. કોઇપણ સ્થળે જાનહાની થવા પામી ન હતી.


Related News

Loading...
Advertisement