સુરતના કડોદરામાં પતિને ટેમ્પો પાછળ બાંધીને પત્ની અને સાળાએ ઘસેડયો

27 February 2021 05:46 PM
Surat Crime
  • સુરતના કડોદરામાં પતિને ટેમ્પો પાછળ બાંધીને પત્ની અને સાળાએ ઘસેડયો

એકઠા થયેલા લોકોએ ઈજાગ્રસ્ત પતિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો, પત્ની અને સાળાની ધરપકડ કરતી પોલીસ

સુરત, તા.27
સુરતના કડોદરામાં ભલભલાને વ્યક્તિને કંપાવી નાંખે તેવી ઘટના બની છે. જેમાં એક મહિલાએ તેના ભાઈ સાથે મળી તેના જ પતિને ટેમ્પો પાછળ બાંધીને ઘસેડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં ઘવાયેલા પીડિત પતિની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.મળતી વિગત મુજબ મૂળ મહારાષ્ટ્ર અને હાલ કડોદરાના કૃષ્ણનગરમાં આવેલી સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા બાલકૃષ્ણ રમેશભાઈ મિલમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે બાલકૃષ્ણને દારૂ પીવાની ટેવ હોવાથી, દારૂ પીને આવે ત્યારે તેની પત્ની શીતલ સાથે મરઝૂડ કરતો હતો. આથી કંટાણી શીતલે દુર્ગાનગરમાં રહેતા અને ટેમ્પો ચલાવતા પોતાના ભાઈ અનિલને બોલાવ્યો હતો. ભાઈ-બહેને મળીને બાલકૃષ્ણને ટેમ્પોની પાછળ બાંધ્યો અને ક્રૂરતાની હદ વટાવી રોડ પર ઘસેડ્યો. ટેમ્પો પાછળ ઘસેડાતા યુવકને જોઈને લોકોના એકઠા થઈ ગયા હતા. લોકોએ ટેમ્પો સાથે બાંધેલા બાલકૃષ્ણને છોડાવ્યો હતો અને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તેમજ લોકોએ ટેમ્પોને કેનાલમાં નાખી દીધો હતો. પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને આરોપી પત્ની શીતલ અને તેના ભાઈ અનિલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


Related News

Loading...
Advertisement