ગોધરા કાંડના ગોઝારા દિવસને 19 વર્ષ પૂરા, 59 કાર સેવકોને જીવતા સળગાવાયા હતા

27 February 2021 05:43 PM
Rajkot Gujarat
  • ગોધરા કાંડના ગોઝારા દિવસને 19 વર્ષ પૂરા, 
59 કાર સેવકોને જીવતા સળગાવાયા હતા

કાર સેવકો અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા, ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં હિંસક ટોળાએ આગ લગાવી દીધી હતી

રાજકોટ, તા.27
ગોધરા કાંડના ગોઝારા દિવસને આજે 19 વર્ષ પૂરા થયા, આ બનાવમાં 59 કાર સેવકોને જીવતા સળગાવાયા હતા. 27 ફેબ્રુઆરી 2002ના રોજ કાર સેવકો અયોધ્યાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં હિંસક ટોળાએ આગ લગાવી દીધી હતી.બનાવના દિવસે સવારે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ગોધરા રેલવે સ્ટેશન પરથી રવાના થઈ હતી. જોકે કોઈએ ચેન ખેંચીને ટ્રેનને અટકાવી હતી. જે બાદ હિંસક ટોળાએ પથ્થરમારો કર્યો અને કાર સેવકો જેમાં સવાર હતા તે જ-6 કોચને આગને હવાલે કરી દેવામાં આવ્યો. આગથી કોચમાં રહેલા મુસાફરો બળીને ભડથું થઈ ગયા હતા. જેમાંથી મોટા ભાગના કાર સેવકો હતા, જે રામ મંદિર આંદોલન અંતર્ગત અયોધ્યામાં એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યાં હતા. આ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતા, તત્કાલીન પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીને શાંતિ જાળવવા માટે અપીલ કરવી પડી હતી. ત્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. સમગ્ર ઘટનાને કાવતરું ગણીને તેજ દિવસે સાંજે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક બોલાવી હતી. જેને લઈને વિપક્ષે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. આ કેસની તપાસ માટે બનાવાયેલા નાણાવટી પંચે પણ માન્યું કે, બેકાબૂ ભીડે ટ્રેનના કોચમાં પેટ્રોલ બોમ્બ ફેંકીને આગ લગાવી હતી.


Related News

Loading...
Advertisement