મવડી ચોકડીએ મારામારી : પાર્કિંગની જગ્યામાંથી મજૂરોને દૂર જવાનું કહેતા હોબાળો

27 February 2021 05:37 PM
Rajkot Crime
  • મવડી ચોકડીએ મારામારી : પાર્કિંગની 
જગ્યામાંથી મજૂરોને દૂર જવાનું કહેતા હોબાળો

રાજકોટ તા.27
આજે સવારે મવડી ચોકડી ખાતે મારામારી થઇ હતી. ત્યાં એકત્ર થતા મજૂરોને પાર્કિંગની જગ્યા પરથી દૂર જવાનું કહેતા મામલો બિચકયો હતો અને મજૂરોએ હોબાળો કર્યો હતો. બનાવ વખતે પથ્થરોના ઘા થયાની ચર્ચા પણ થઇ રહી છે. જો કે કોઇને ઇજા થઇ નથી.વિસ્તૃત વિગત મુજબ દરરોજ સવારે 8 થી 9 વાગ્યા સુધી બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલા કડીયા અને મજૂરો મવડી ચોકડી ખાતે એકત્ર થાય છે. આજે સવારે પણ મોટી સંખ્યામાં અહી મજૂરો એકઠા થયા હતા. અહીંથી મજૂરોને કામ માટે વરધી મળતી હોય છે. આજે સવારે જયારે મજૂરો મવડી ચોકડીએ હતા ત્યારે રોડ પરના પાર્કિંગમાં મજૂરોનું ટોળુ ઉભુ હતું. જેથી ત્યાં પાર્કિંગની જવાબદારી સંભાળતા કોઇ વ્યકિતએ મજૂરોને દૂર જવાનું કહેતા પ્રથમ બોલાચાલી થઇ હતી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જો કે થોડીવારમાં મામલો થાળે પડયો હતો. બનાવ વખતે પથ્થરોના ઘા થયાની પણ ચર્ચા થઇ રહી છે. બનાવમાં કોઇને ઇજા થઇ નથી. બોલાચાલી કરનાર મજૂરો પરપ્રાંતિય હોવાની જાણકારી મળી છે.


Related News

Loading...
Advertisement