અમદાવાદથી એકટીવા ચોરી કરનાર થોરાળાનો રાકેશ છ વર્ષે પકડાયો

27 February 2021 05:35 PM
Rajkot Crime
  • અમદાવાદથી એકટીવા ચોરી કરનાર
થોરાળાનો રાકેશ છ વર્ષે પકડાયો

રાજકોટ તા.27
શહેરના સોરઠીયા વાડી સર્કલ પાસે ભકિતનગર પોલીસ મથકનાં પીઆઇ જે.ડી.ઝાલાની રાહબરીમાં પીએસઆઇ આર.જે.કામલીયા, એએસઆઇ ફીરોઝભાઇ શેખ, સલીમભાઇ મકરાણી, હિતુભા ઝાલા અને રાજેશભાઇ ગઢવી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ અને વાહન ચેકીંગમાં હતા ત્યારે બાતમીને આધારે પ્રકાશ ડેકોરેશન પાસે શંકમદ હાલતમાં ઉભેલા એકટીવા ચાલકને રોકી પુછપરછ કરતાં તેમણે પોતાનું નામ રાકેશભાઇ ગોવિંદભાઇ વઘેરા (રહે.નવાથોરાળા અવધ પાર્ક શેરી નં.4) હોવાનું જણાવ્યું હતું. તેમજ તેની પાસેથી એકટીવાનાં કાગળો માંગતા કયું-કયું બોલવા લાગ્યો હતો. તેમજ એન્જીન નંબર પરથી તપાસ કરતાં એકટીવાનાં માલિક અલ્વી નડાલ જલાલુદીન (રહે.મહમદ સોસાયટી પાલડી, અમદાવાદ)નું જાણવા મળ્યું હતુ અને એકટીવા છ વર્ષ પહેલા અમદાવાદનાં પાલડી વિસ્તારમાંથી તસ્કરી કરી હોવાનું જેની વેજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


Related News

Loading...
Advertisement