ફરદીનખાન ‘નો એન્ટ્રી’ ની સિકવલથી બોલીવુડમાં ફરી એન્ટ્રી કરશે?

27 February 2021 05:17 PM
Entertainment
  • ફરદીનખાન ‘નો એન્ટ્રી’ ની સિકવલથી બોલીવુડમાં ફરી એન્ટ્રી કરશે?

મેં ધારણા કરતા વધારે વિરામ લઈ લીધો: ફરદીન:સ્થુળકાય બની ગયેલા એકટરે શરીર ઉતાર્યું

મુંબઈ: ફિરોઝખાનનો પુત્ર છેલ્લા એક દાયકાથી વધુ સમયથી બોલીવુડથી દુર છે. લાંબા અંતરાલ બાદ ફરદીન ‘નો એન્ટ્રી’ની સિકવલમાં કમબેક કરશે તેવી બોલીવુડમાં ચર્ચા છે.ફરદીન બોલીવુડની કારકીર્દીને ફરીથી જીવંત કરવાની યોજનાઓ સાથે યુકેથી પરત ફર્યો હતો.ઉલ્લેખનીય છે કે ફરદીનનું વજન વધી ગયુ હતું અને તે બેડોળ પણ લાગે છે પણ છેલ્લા કેટલાંક સમયથી તેણે મોટા પ્રમાણમાં વજન ઘટાડયું છે અને તે મિડીયામાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે તેણે કબુલાત આપી હતી કે તે ફિલ્મોમાં પાછા આવવાની તૈયારીમાં છે અને એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે તે ‘નો એન્ટ્રી’ની સિકવલમાં આવી શકે છે.


ફરદીન સહિત અનિલકપુર, બિપાસા બાસુ, સલમાનખાનને ચમકાવતી 2005 માં આવેલી ફિલ્મ ‘નો એન્ટ્રી’ ટિકીટબારી પર હિટ રહી હતી. ફિલ્મના દિગ્દર્શક અનીસ બઝમી પણ ફિલ્મી સિકવલને લઈને ઉત્સાહીત છે. ફરદીન વિશે અનિસે જણાવ્યું હતું કે પહેલા ભાગમાં તેની કામગીરી અદભુત હતી. ફિલ્મોમાં પાછા ફરવા વિશે ફરદીને જણાવ્યું હતું કે મારી છેલ્લી ફીલ્મ 2010 માં રજુ થઈ હતી. હું બોલીવુડથી વિરામ લેવા માંગતો હતો પણ ધારણા કરતા વધારે વિરામ લઈ લીધો.


Related News

Loading...
Advertisement