મારું ઘર ઠીક ચાલી રહ્યું છે, મારે કોઈ મદદની જરૂર નથી: સંતોષ આનંદ

27 February 2021 05:15 PM
Entertainment
  • મારું ઘર ઠીક ચાલી રહ્યું છે, મારે કોઈ મદદની જરૂર નથી: સંતોષ આનંદ

નેહા સારી વ્યક્તિ છે, મેં તેને કહેલું, હું તારી મદદ ન લઈ શકું: ગીતકાર:‘ઈન્ડિયન આઈડલ’માં વીતેલા વર્ષોના ગીતકાર સંતોષ આનંદની હાલત વિષે ચર્ચા થતા કવિનો ખુલાસો

મુંબઈ: ‘એક કલાકારને ઈજજત અને સન્માન જોઈએ’ હિન્દી ફિલ્મ ઉદ્યોગના વીતેલા વર્ષોના ગીતકાર અને કવિ સંતોષ આનંદે ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા.તાજેતરમાં ઈન્ડીયન આઈડલના રિયાલીટી શોમાં હાજરી આપી સંતોષ આનંદે સૌ કોઈને ભાવુક કરી નાખ્યા હતા. તેમની બિસ્માર હાલત, નબળી આર્થિક સ્થિતિ તેમ છતાં ખુમારી (સ્વમાન) તેમના વ્યક્તિત્વમાં ઉભર્યું હતું. આ એપીસોડ બાદ એવી ચર્ચા ઉપડી હતી કે વીતેલા વર્ષોના ગીતકાર સંતોષ આનંદની ખરાબ હાલત છે અને તેને પૈસાની જરૂર છે. આ સંદર્ભમાં જવાબ આપતા સંતોષ આનંદ જણાવે છે કે એ યાદો આવતા હું ખુશ છું બાદમાં કેટલીક એવી વાતો બહાર આવી જે ખોટી છે. તેણે શોની જજ નેહા કકકરે તેમને રૂા.5 લાખની મદદની કરેલી ઓફરના સંદર્ભમાં જણાવ્યું હતું કે મેં તેને કહ્યું કે હું તે સ્વીકારી શકું તેમ નથી.


નેહાની આ ઓફરે લોકોને એવું વિચારતા કરી દીધા કે મારે નાણાકીય જરૂરીયાત છે. મારું ઘર સારી રીતે ચાલે છે, નેહા સારી વ્યક્તિ છે જયારે તેણે મને પૈસાની ઓફર કરી ત્યારે મેં કહેલું કે હું તે ન લઈ શકુ. સંતોષ આનંદ કહે છે હું એક સ્વાભીમાની માણસ છું. મેં કયારેય કોઈને પૈસા માટે કહ્યું નથી અને કયારેય કહેવાનો પણ નથી. મેં કોઈ સામે મદદ માટે હાથ પણ લંબાવ્યો નથી. સંતોષ આનંદ કહે છે કે હું કવિ સંમેલનોમાં ભાગ લઉં છું અને તેનાથી કમાણી કરું છું,

મારે કોઈ સમસ્યા નથી, ભલે તેણે કહ્યું હોય કે તમારી પૌત્રી સમજીને લઈ લ્યો, હું કયારેય તે ન સ્વીકારું.ઉલ્લેખનીય છે કે સંતોષ આનંદે ‘એક પ્યાર કા નગ્મા હૈ’ (શોર), ‘મૈના ભુલુંગા’ (રોટી, કપડા ઔર મકાન) જેવા અને અર્થસભર અને યાદગાર ગીતો લખ્યા છે.સંતોષ આનંદ કહે છે કે મને સ્ટેજ પણ બોલાવવામાં અને સન્માનીત કરાયો હતો. સન્માન અને મદદમાં ફર્ક છે.હું કોઈની મદદ નથી માંગતો. હું શોમાં ભાવુક બની ગયો હતો એમ વિચારીને કે ઈન્ડસ્ટ્રી મને ભુલી ગઈ હતી.


Related News

Loading...
Advertisement