રામનાથપરાનાં બંગાળી મહિલા બે સંતાનો સાથે લાપતા બનતા ગુમનોંધ

27 February 2021 05:01 PM
Rajkot Crime
  • રામનાથપરાનાં બંગાળી મહિલા બે સંતાનો સાથે લાપતા બનતા ગુમનોંધ

મહિલા તેના બંને સંતાનોને લઇ 10 દિવસ પહેલા ઘરેથી કયાંક જતી રહેતા પોલીસે તપાસ આદરી

રાજકોટ તા.27
શહેરના રામનાથપરામાંથી એક બંગાળી મહિલા તેના બંને સંતાન સાથે કયાંક લાપતા બનતા પોલીસમાં ગુમ નોંધ કરવામાં આવી છે. આ અંગે પોલીસે તપાસ આદરી છે. બનાવની વિગતો અનુસાર, રામનાથપરા શેરી નં.18માં સપના એજન્સી નામના મકાનમાં રહેતા આઇશાબેન સાબીર અલ્વી શેખ (ઉ.વ.28) તા.16/02નાં રોજ તેમની બંને પુત્રી સુરૈયા ખાતુન (ઉ.વ.10) અને સાનિયા ખાતુન (ઉ.વ.5)ને લઇને કયાંક જતી રહેતા પતિ અને પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. બાદમાં બંગાળી વતન પણ સંબંધીઓને ફોન કરી જાણ કરતાં કયાંય નહી મળતાં સાબિર અલીએ એ-ડીવીઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરતાં એએસઆઇ ભરતસિંહ ગોહિલ સહિતનાં સ્ટાફે તપાસ આદરી છે. તેમજ ઉપરોકત તસવીરમાં દેખાતા મહિલા અને તેની બંને પુત્રીઓ કયાંય દેખાય તો તુરંત રાજકોટ એ-ડીવીઝન પોલીસ મથકના નંબર (0281-2226659)નો સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement