બાબરીયા કોલોનીમાં ગાળો બોલવા પ્રશ્ર્ને યુવાન પર છરી અને પાઇપથી હૂમલો

27 February 2021 04:56 PM
Rajkot Crime
  • બાબરીયા કોલોનીમાં ગાળો બોલવા પ્રશ્ર્ને યુવાન પર છરી અને પાઇપથી હૂમલો

પાડોશમાં રહેતા દંપતિ તેના પુત્રી સહિત ચારે હુમલો કર્યો : ફરિયાદ નોંધાઇ

રાજકોટ તા.27
શહેરના પીપળીયા હોલ મેઈન રોડ બાબરીયા કોલોની આવાસ ક્વાર્ટરમાં રહેતા દીનેશ અરવિંદભાઇ ગોહેલ (ખવાસ) (ઉ.વ.35)એ ભક્તિનગર પોલીસ મથકમાં તેના પાડોશી યુનુસ ઉર્ફે સુગો ઓસમાણ જુણેજા,તેની પત્ની શહેનાઝ ઉર્ફે શોનકી યુનુસ જુનેજા,પુત્રી ગોગી અને રજાક સહિતના સામે મારામારી અને ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, દિનેશભાઈ ગોહેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું ડ્રાઈવીંગ અને છૂટકમજુરી કામ કરું છું.તા.27/02નાં રાત્રીના અમારા બાબરીયા આવાસ ક્વાર્ટર માં બ્લોક નં.8 પાસે રજાક જુણેજા ગાળું બોલતો હોય જેથી મે પોલીસ ની ગાડી બોલાવેલ તે પહેલા તે જતો રહેલ અને ત્યારપછી બ્લોક નં.8 ક્વાર્ટર નં -549 માં રહેતાં યુનુસભાઈ ઉર્ફે સુગો ઓસમાણ જુણેજા,શહેનાઝ ઉર્ફે શેનકી યુનુસભાઈ જુણેજા તેના સગા થતાં હોય જેથી હું તેના ઘરે જઈ આ રજાક બાબતે ફરીયાદ કરતાં તેનાં જ ઘરમાં અમારે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ બંને જણાએ ગાળો આપી માર મારવા લાગેલ તે દરમ્યાન તેની છોકરી ગોગી લોંખડનો પાઈપ લઈ મને માથામાં તાળવાનાં ભાગે ઘા મારતાં હું શેટી ઉપર પડી ગયેલ તેવામાં આ યુનુસે ઘરમાંથી છરી કાઢી મને ઘા મારવા જતાં મે રોકવાનો પ્રયત્ન કરેલ પરંતુ મને જમણી આંખે નેણનાં ભાગે છરીનો ઘા લાગી ગયેલ અને હું રાડારાડી કરતાં મારો ભાઈ જીજ્ઞેશ તથા આજુબાજુ વાળા આવી જતાં મને વધુ માર માંથી બચાવેલ અને મારા ભાઈએ 108 બોલાવી અહીં સરકારી હોસ્પીટલમાં સારવારમાં લાવેલ હતા.આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એસ.એન.જાડેજા સહિતના સ્ટાફે કાર્યવાહી આદરી છે.


Related News

Loading...
Advertisement