પાંચ રાજયોની ચૂંટણી પણ ખરો જંગ પશ્ચિમ બંગાળમાં

27 February 2021 04:47 PM
India Politics
  • પાંચ રાજયોની ચૂંટણી પણ ખરો જંગ પશ્ચિમ બંગાળમાં

દેશના રાજકારણની દિશા નકકી કરશે તા.2 મેના ચૂંટણી પરિણામો:ધારાસભા ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળ જેવો આક્રમક પ્રચાર હજુ સુધી કયાંય જોવા મળ્યો નથી: હજુ વધુ હથિયારો કાઢશે ભાજપ: મમતા બેનરજી વિફરેલી વાઘણની જેમ મુકાબલો કરે છે:તામીલનાડુમાં પરંપરાગત હરીફ ડીએમકે અને અન્નાડીએમકે વચ્ચે સ્પર્ધા: ભાજપને જુનીયર પાર્ટનરથી સંતોષ: કમલ હાસન પણ ચિત્રમાં: પોંડીચેરી તામિલનાડુના માર્ગે જશે:કેરાળામાં ડાબેરી મોરચા વચ્ચે જ જંગ: ભાજપને ચહેરો પણ દિલ્હીથી આયાત કરવો પડયો: આસામમાં ભાજપને શાસન ટકાવી રાખવાની ચિંતા

નવી દિલ્હી તા.27
દેશમાં પાંચ રાજયોની ચૂંટણીની જાહેરાત સાથે જ હવે રાજકીય ગરમી વધવા લાગી છે અને આ પાંચમાંથી આસામ સિવાયના ચાર રાજયોમાં બિનભાજપ સકાર છે પણ ભાજપનો પ્રાથમીક ટાર્ગેટ આસામને જાળવી રાખવા ઉપરાંત પ.બંગાળ કબ્જે કરવાનો છે. તામિલનાડુ, કેરાળા, પોંડીચેરીમાં ભાજપ બહુ સફળતાની અપેક્ષા રાખતું નથી પણ આ દક્ષિણના રાજયોમાં પક્ષ કર્ણાટકથી આગળ વધવા માંગે છે અને તેમાં ખાસ કરીને તામિલનાડુમાં પક્ષને હાલના શાસક અન્નાડીએમકેની સાથે જુનીયર પાર્ટનર તરીકે ચુંટણી લડવાની છે. કેરાળામાં ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે અને પશ્ચિમ બંગાળની ચૂંટણી સૌથી મહત્વની બની રહેશે. 2016માં ભાજપે અહી મોદી કરીશ્મા અજમાવવા પ્રયાસ કર્યા પણ તે સમયે પક્ષનું મુખ્ય જોર ઉતરપ્રદેશ પર હતું જયાં 2017માં સતા માટે પ્રયાસ કર્યો હતો અને 2016માં ભાજપને 3 બેઠકોથી સંતોષ માનવો પડયો પણ પ્રથમ વખત ભાજપ રાજયમાં હવે શાસન પર આવવા માટે યુદ્ધ છેડયું છે

અને કોઈ હથિયાર બાકી રાખ્યું નથી તો મમતા પણ વળતું આક્રમણ કરી રહ્યા છે. 2019માં ભાજપને લોકસભામાં રાજયમાં 40% મતો મળ્યા તેના આધારે તે મમતા પર સરસાઈ સ્થાપવા માંગે છે પણ દેશના અનેક રાજયોમાં જોવા મળ્યું છે કે લોકસભામાં તમામ બેઠકો જીતનાર ભાજપ જે તે રાજયમાં ધારાસભામાં હાર્યા છે. રાજસ્થાન-મધ્યપ્રદેશ તેનું દ્રષ્ટાંત છે. ગુજરાતમાં પણ 26 લોકસભા બેઠક જીત્યા બાદ પક્ષને ધારાસભામાં 99 બેઠકો જ મળી હતી. આથી પ.બંગળમાં પક્ષને તે એક ફેકટર પરેશાન કરી શકે છે પણ આ રાજય જેવો આક્રમક ચૂંટણી પ્રચાર ભાજપે કદી કોઈ રાજયમાં કર્યો નથી અને હજું તા.28 એપ્રિલના મતદાનના આખરી તબકકા સુધી વધુ આક્રમણ થશે.


તામિલનાડુમાં પક્ષને પગ મૂકવાની જગ્યા મળે તેજ લક્ષ્ય છે પણ આ રાજયમાં કરુણાનીધી જયલલિતાની ગેરહાજરીમાં યોજાતી પ્રથમ ચૂંટણી અભિનેતા કમલા હાસનની એન્ટ્રી અને રજનીકાંતનું અકળ વલણ ડીએમકેમાં સ્તાલીનનું નેતૃત્વ અને કોંગ્રેસ જુનીયર પાર્ટી આ તમામ ફેકટરથી જંગ રસપ્રદ થશે. કેરાળામાં ભાજપ હાલ કયાંય ચિત્રમાં નથી પક્ષ પાસે કોઈ ચહેરો પણ નથી તેથી મેટ્રો મેન શ્રી ધરનને પક્ષમાં ભેળવીને કોક ચહેરો બનાવવા પ્રયાસ કર્યોતો દક્ષિણમાં કોંગ્રેસના પુર્વ પ્રમુખના દર કામરાજની તસ્વીરો મોદીની સભામાં હતી. આમ કેંગ્રેસ પાસેથી વધુ એક નેતા છીનવી તેને ભાજપના લાભમાં પલટાવવા કોશીશ થઈ છે

પણ કેરાળામાં ડાબેરીઓ મજબૂત છે જેના અનેક નાના પક્ષો યુનાઈટેડ ડેમોક્રેટીગ ફ્રન્ટ અને લીબરલ ડેમોક્રેટીક ફ્રન્ટના નેજા હેઠળ છે. પ.બંગાળ ત્રિપુરા સહિતના રાજયો ગુમાવ્યા બાદ ડાબેરીઓ અને કોંગ્રેસ દક્ષિણમાં તેનો આ આખરી ગઢ સાચવવા માંગે છે. હાલ લેફટ ફ્રન્ટની સરકાર છે જેના મુખ્યમંત્રી પી.વિજયન મજબૂત પકકડ ધરાવે છે અને કોંગ્રેસ પણ સારી સ્થિતિમાં છે. આ સમયે ભાજપે એનઆરસીના આધારે સતા મેળવી પછી આ મુદો હાલ અભેરાઈએ ચડાવ્યો છે અને સીએએ પણ અહી ‘હથિયાર’ તરીકે રાખી છે. આસામમાં નાના ક્ષેત્રીય વિદ્યાર્થી સંગઠનો એક થઈ રહ્યા છે અને કોંગ્રસ પણ છે તેથી ભાજપનું કામ સરળ તો નથી જ તેમ અહી ધ્રુવીકરણથી પણ મત મેળવે તો પ.બંગાળમાં ભાજપે જયશ્રી રામ, દુર્ગા પુજા, રવિન્દ્રનાથ ટેગોર જેવા મુદાઓ પણ ચગાવ્યા છે. પોંડીચેરીમાં પરિણામો તામિલનાડુ સાથે સંકળાયેલા છે તેથી આ રાજય ભાજપે સ્થાનિક કોંગ્રેસ સરકારને ઉથલાવીને હાલ રાષ્ટ્રપતિ શાસન લાવ્યુ છે તેનો લાભ મેળવવા માંગે છે.


Related News

Loading...
Advertisement