બુઆ નહી બેટી ચાહીયે પ.બંગાળમાં ભાજપનું પોષ્ટર

27 February 2021 04:43 PM
India Politics
  • બુઆ નહી બેટી ચાહીયે પ.બંગાળમાં ભાજપનું પોષ્ટર

ભાજપ મહિલા નેતાઓની તસ્વીરો દર્શાવી

કોલકતા: પ.બંગાળમાં ચૂંટણી જાહેર થતા જ ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે પોષ્ટર વાદ શરૂ થયુ છે અને હવે લડાઈ ‘બુઆ’ કે બેટી પર આવી ગઈ છે. ભાજપે તેના મહિલા નેતાઓની તસ્વીરો સાથે પોષ્ટર જાહેર કરીને રાજયને હવે ‘બુઆ’ નહી બેટી જોઈએ તેવો પ્રચાર ચાલુ કર્યો છે. ‘બુઆ’ એ મમતા બેનરજી માટે વપરાતું વિશ્ર્લેષણ છે. અને રૂપા ગાંગુલી, દેબોશ્રી ચૌધરી, લોકેટ ચૌધરી, ભારતી ઘોષ અને અગ્નીમિત્ર પૌલના ફોટા સામેલ છે. ભાજપે તેના પોષ્ટરમાં લખ્યું છે કે બંગાળને તેની બેટી જોઈએ ‘પીસી’ નહી. બંગાળમાં પીસી એટલે પિતૃપક્ષની ક્ધયા ગણાય છે તો તૃણમુલ કોંગ્રેસે મમતા બેનરજીને સંઘર્ષ માટે જીવન આપનાર મહિલા તરીકે દર્શાવ્યા છે.


Related News

Loading...
Advertisement