રાજકોટ, તા.27
બેડીપરાના શ્રમજીવી સોસાયટી નં.8/10ના ખુણે રહેતા જેઠાભાઇ દેવરાજભાઇ રાજૈયા પોતાના ઘરમાં વેચાણ અર્થે દારૂ લાવ્યો હોવાની બાતમીને આધારે થોરાળા પોલીસ મથકનાં પીએસઆઇ જી.એસ.ગઢવી, નરસંગભાઇ ગઢવી સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.4,પ00ની 9 વિદેશી દારૂની બોટલ કબ્જે કરી હતી. જયારે દારૂની રેઇડ દરમ્યાન જેઠો નાસી ગયો હતો. બીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ડોડીયા અને મુકેશભાઇ ડાંગર સહિતના સ્ટાફે મુંજકા ગામના ગેઇટ પાસેથી ઇશ્ર્વર આર્યનારાયણ શાહ (રહે. માંડાડુંગર, આજી ડેમ ચોકડી)ને જીજે-03-જેએમ-5061 નંબરના બાઇક તેમજ બે દારૂની બોટલ સહિત રૂા. 30 હજારનાં મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.