ખાતરના ભાવવધારા અંગેના અહેવાલ પાયાવિહોણા છે: કૃષિ મંત્રી આર.સી.ફળદુ

27 February 2021 04:31 PM
Gujarat
  • ખાતરના ભાવવધારા અંગેના અહેવાલ પાયાવિહોણા છે: કૃષિ મંત્રી આર.સી.ફળદુ

કેટલીક ચેનલોના અહેવાલ કોંગ્રેસ પ્રેરીત: ગ્રામીણ ક્ષેત્રમાં મતદાન પુર્વે ડેમેજનો પ્રયાસ

ગાંધીનગર તા.27
રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. જોકે ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરમાં તા.1-માર્ચ 2021થી ભાવ વધારા સંદર્ભે ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ સમાચારો કોગ્રેસ પ્રેરિત અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા હોવાનો આક્ષેપ કૃષિમંત્રી આર.સી.ફળદુએ કર્યો છે.આ અંગે આર.સી.ફળદુ એ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરમાં તા.1-માર્ચ 2021થી ભાવ વધારો કરવામાં આવશે તેવા ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ સમાચારો એ કોગ્રેસ પ્રેરિત અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા હોવાનનું જણાવ્યું છે.

આર.સી. ફળદુ એ આ મુદ્દા અંગે સ્પષ્ટતા કરતાં અને કોંગ્રેસ પર સીધો આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં હાર ભાળી ગયેલ કોગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરવાનુ બંધ કરે ખેડૂતોના નામે રાજનીતિ કરવી એ અમારી માનસિકતા નથી અને રહેશે પણ નહી. આ તબક્કે તેમણે કહ્યું હતું કે ,તા: 26/02/2021ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં 1-માર્ચ 2021થી ડીએપી ખાતરનો વેચાણ ભાવ રૂ. 1200/બેગ થી વધી રૂ. 1500/બેગ તથા એન.પી.કે. ખાતરના વેચાણ ભાવ રૂ. 1175/બેગ થી વધી રૂ. 1400/બેગ થનાર હોવાના સમાચાર પ્રસારીત થયા હતા. જે અનુસંધાને રાજ્યમાં ખાતર સપ્લાય કરતી વિવિધ મુખ્ય ખાતર કંપનીઓ જેવીકે જી.એસ.એફ.સી, જી.એન.એફ.સી., ઇફ્કો, કૃભકો તથા અન્ય કંપનીઓ પાસેથી આગામી 1-માર્ચ 2021થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ?

તે અંગેની જાણકારી મેળવી છે. જોકે રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ ભાવ વધારો બેંગલોરની એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમાં કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે. ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જુના ભાવે જ અને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની સ્પષ્ટતા આર.સી.ફળદુ એ કરી છે. ઉપરાંત તેમણે તાકીદ કરી છે કે 26/02/2021ના રોજ વિવિધ ટીવી ચેનલોમાં પ્રસરીત થયેલ અહેવાલો માં 1-માર્ચ 2021થી ડીએપી તથા એનપીકે ખાતરઓમા ભાવ વધારા બાબતેના વહેતા થયેલા સમાચાર એવુંરાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચુંટણીના સમયે ખેડૂતોને ગેર માર્ગે દોરવા માટે જ આવા ખોટા સમાચાર કોંગ્રેસ દ્વારા પ્રસારીત કરાવવામાં આવ્યા હોવાની આક્ષેપ કૃષિ મંત્રી આર.સી.ફળદુ એ કર્યો છે.


Related News

Loading...
Advertisement