હવે મધ્યપ્રદેશમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાને આજીવન કેદ

27 February 2021 03:27 PM
Crime India
  • હવે મધ્યપ્રદેશમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાને આજીવન કેદ

શિવરાજ સરકારનો આકરો નિર્ણય: કાયદાને મંજૂરી આપતું મંત્રીમંડળ

નવીદિલ્હી, તા.27

મધ્યપ્રદેશની શિવરાજસિંહ ચવ્હાણ સરકારના મંત્રીમંડળે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા નફાખોરોને આજીવન જેલના સળિયા પાછળ ધકેલી દેતાં કાયદાને મંજૂરી આપી દીધી છે. આ અંગેની જાહેરાત ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કરતાં કહ્યું કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા લોકોને હવે કડકમાં કડક સજા કરાશે.

નરોત્તમ મિશ્રાએ કહ્યું કે મધ્યપ્રદેશ મંત્રીમંડળે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા લોકોને આકરી સજા કરવાનો નિર્ણય લીધો છે અને તેના માટે (મધ્યપ્રદેશ સંશોધન) ખરડો-2021ને મંજૂરી આપવામાં આવી છે. આ કાયદામાં વ્યક્તિને આજીવન કારાવાસની સજાની પણ જોગવાઈ છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર-2019માં ભેળસેળથી ઉભા થતાં ખતરાઓને લઈને ભોપાલમાં જાગૃતતા રેલી કાઢવામાં આવી હતી.

રેલીમાં તમામ વયના લોકોએ ભાગ લીધો હતો. આ રેલી રાજધાનીના રોશનપુરાથી લાલ પરેડ સુધી કાઢવામાં આવી હતી. તેમાં લોકોએ ભેળસેળ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને શુદ્ધ ખાદ્ય ઉત્પાદનોની માંગ કરી હતી. ઠેર ઠેર ભેળસેળને લઈને દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં મધમાં ભેળસેળની ઘટના સમગ્ર દેશમાં ચર્ચામાં આવી હતી.


Related News

Loading...
Advertisement