પ.બંગાળમાં આઠ તબકકાના લાંબા ચૂંટણી કાર્યક્રમ અંગે મમતા બેનરજીનો પ્રશ્ન

27 February 2021 03:16 PM
India Politics Top News
  • પ.બંગાળમાં આઠ તબકકાના લાંબા ચૂંટણી કાર્યક્રમ અંગે મમતા બેનરજીનો પ્રશ્ન

શું મોદી-શાહની સૂચના મુજબ કાર્યક્રમ તૈયાર થયો છે! ડાબેરી-કોંગ્રેસ પણ ભડકયા: જો કે ભાજપનો જવાબ

કોલકતા: દેશમાં પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ પ.બંગાળમાં આઠ આઠ તબકકામાં મતદાન યોજાવાના ચૂંટણી પંચના નિર્ણય સામે તૃણમુલ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો પ્રશ્ન ઉઠાવી ભાજપને ફાયદા કરાવવા માટે જ આ પ્રકારે મતદાનનું લાંબુ શેડયુલ ગોઠવાયું હોવાનો આક્રોશ થયો છે.રાજયના મુખ્યમંત્રી તથા તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ આ લાંબા કાર્યક્રમ અંગે નારાજગી વ્યકત કરતા કહ્યું કે બીજા રાજયમાં એક જ તબકકામાં મતદાન થાય તો પશ્ર્ચિમ બંગાળમાં આટલો લાંબો કાર્યક્રમ શા માટે તમોએ આક્ષેપ કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહના સૂચનોથી શું આ કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યા છે.

રાજકીય નિરીક્ષકોએ જણાવ્યું કે પ.બંગાળ જેટલી જ લગભગ વિધાનસભા બેઠકો ધરાવતા મહારાષ્ટ્રએ એક-બે તબકકામાં મતદાન થઈ શકે છે તો પ.બંગાળમાં શા માટે નહી તો ડાબેરીપક્ષના શ્રી સીતારામ યેચુરીએ ચૂંટણી પંચને આ લાંબા કાર્યક્રમ અંગે જવાબ આપવા જણાવ્યું છે. પંચે કોને વિશ્વાસમાં લઈને આ કાર્યક્રમ જાહેર કર્યા છે. જો કે ભાજપે બચાવમાં કહ્યું કે પ્રચારની સૌને સમાન તક મળશે. ચુંટણી કાર્યક્રમ પંચે નિશ્ચિત કર્યા છે અને તે જાહેર થતા ખુદ વડાપ્રધાનની રાજયની મુલાકાત પણ રદ કરવી પડી છે તે દર્શાવે છે કે અમોને તારીખો અંગે કોઈ જાણ ન હતી. રાજયમાં કાયદો અને વ્યવસ્થાની ચિંતા છે. હિંસાની ચિંતા છે તેથી ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય લોકો ભયમુક્ત મતદાન કરી શકે તેથી જ એ કાર્યક્રમ રખાયા છે.જો કે રાજયમાં અનેક જીલ્લામાં એક સાથે નહી અનેક તબકકામાં મતદાન યોજાશે તે અંગે મમતાએ પ્રશ્ર્ન ઉઠાવીને પંચને જવાબ આપવા જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement