સિરિયા પરના હવાઇ હૂમલા ઇરાનને ચેતવણી : જો બાઇડન

27 February 2021 03:12 PM
Top News World
  • સિરિયા પરના હવાઇ હૂમલા ઇરાનને ચેતવણી : જો બાઇડન

અમેરિકી હિતો સામે કોઇપણ પ્રકારનું જોખમ સ્વીકાર્ય નથી

વોશિંગ્ટન તા.27
અમેરિકાના હવાઇ દળે સિરિયામાં ઇરાન સમર્થીત અલગતાવાદી જૂથ પર હવાઇ હૂમલા કર્યા બાદ પ્રમુખ જો બાઇડને હવે ઇરાનને તૈયાર રહેવા જણાવ્યું છે અને ઉમેર્યુ હતું કે સિરિયામાં અમારા હવાઇ હુમલાએ ઇરાનને ચેતવણી જેવા છે. શુક્રવારે અમેરિકી હવાઇ દળના વિમાની પૂર્વ સિરિયામાં ઇરાક સમર્થિત ત્રાસવાદી જૂથ પર ભારે બોમ્બ ફેંકયા હતા અને તેમાં મોટી ખૂંવારી ત્રાસવાદી જૂથોને વહોરી પડી હોય તેવા અહેવાલ છે. બાઇડને આ હવાઇ હુમલા બાદ કહ્યું કે જયાં-જયાં અમેરીકી હિત હશે તો તેની સુરક્ષા કરવા હું લશ્કરી પગલા લઇ શકુ છું. તેણે ઇરાનને આ ચેતવણી હોવાનું જણાવ્યું હતું અને અન્ય દેશોને અમેરીકા સાથે સાવધાનીથી વર્તન કરવા ચેતવણી આપી હતી. અમેરિકા તેના હિતોની સુરક્ષા કરવાનો અધિકાર ધરાવે છે. સિરિયાએ જો કે અમેરિકી હૂમલાને વખોડતા તેને એક ભયભીત રાષ્ટ્ર તરીકે ગણાવ્યું છે અને બાઇડન વહિવટી તંત્રએ પોતાની નબળાઇ જાહેર કરી દીધી છે.


Related News

Loading...
Advertisement