એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ રૂા.7500 કરોડના આઇપીઓ સાથે આવશે

27 February 2021 03:04 PM
Business India Top News
  • એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ રૂા.7500 કરોડના આઇપીઓ સાથે આવશે

દેશની સૌથી મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની બજારમાં લીસ્ટેડ થવા તૈયાર

મુંબઇ તા.27
દેશની સૌથી મોટી રાષ્ટ્રીય કૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેના એસબીઆઇ કાર્ડ આઇપીઓને સફળ બનાવ્યા બાદ હવે એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડમાં આઇપીઓ લાવવા તૈયારી કરી રહી છે અને તેમાં કંપની રૂા.7,500 કરોડનો આઇપીઓ લાવશે તેવા સંકેત છે. દેશમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું મ્યુચ્યુઅલ ફંડ સૌથી મોટુ ફંડ હાઉસ ગણાય છે અને અંદાજે રૂા.5 લાખ કરોડનું એસેટસ ફંડ તે મેનેજ કરે છે. હવે તે વિદેશી કંપની સાથે પણ વૈશ્વીક મ્યુચ્યુઅલ ફંડ માટે વાતચીત ચલાવી રહી છે અને કંપની આ માટે એક મોટુ ફંડ એકત્ર કરવાની તૈયારીમાં છે. જે રૂા.7,500 કરોડનો હશે. બીજી તરફ આધાર હાઉસીંગ કંપનીમાં રૂા.7300 કરોડનો આઇપીઓ લઇને આવી રહી છે પણ એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડનો ઇશ્યુ તેનાથી મોટો હશે અને તે શેરબજારમાં નિશ્ચીત થનાર ચોથી મ્યુચ્યુઅલ ફંડ કંપની હશે. અગાઉ એચડીએફસી મ્યુચયુઅલ ફંડ, નિપોન મ્યુચયુઅલ ફંડ, યુટીઆઇ મ્યુચયુઅલ ફંડ લીસ્ટેડ થઇ ચૂકી છે. છેલ્લા બે માસમાં એસબીઆઇનો શેર 70 ટકાથી વધુ વઘ્યો છે અને એસબીઆઇ કાર્ડના ઇશ્યુને પણ જબરી સફળતા મળી છે. એસબીઆઇની ચાર કંપનીઓ લીસ્ટેડ છે.


Related News

Loading...
Advertisement