મમતાના ગઢ ભવાનીપૂરમાં અમિત શાહની મંગળવારે રેલી

27 February 2021 03:02 PM
India Politics
  • મમતાના ગઢ ભવાનીપૂરમાં અમિત શાહની મંગળવારે રેલી

પ્રચારના પ્રથમ તબક્કામાં જ મોદી અને શાહની જોડી રાજયમાં ફરી વળશે

નવી દિલ્હી તા.27
પશ્ચીમ બંગાળમાં ચૂંટણી જાહેર થયા બાદ હવે ભાજપ દ્વારા પ્રચારનો નવો ધમાકો કરવાની તૈયારી કરી છે અને તા.2 તથા 3 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચીમ બંગાળના બે દિવસના પ્રવાસે જઇ મમતા બેનર્જીના ગઢ ભવાનીપુરમાં રોડ શો કરશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચના બ્રિગેડ સભા યોજશે. શ્રી શાહ મંગળવારે કલકત્તા પહોંચી જશે અને તે સમયે ભાજપની પરિવર્તન યાત્રાનું સમાપન છે અને અમિત શાહ તેને સંબોધન કરશે જે તેમની કોલકાતામાં પ્રથમ સભા હશે. ભાજપે હવે ચૂંટણી જાહેર થતાં શહેરી ક્ષેત્રોમાં ફોકસ કર્યુ છે. જયાં ભાજપને વધુ મત મળવાની આશા છે. જયારે બીજી બાજુ મમતાના ગઢ ભવાનીપૂરમાં અમિત શાહની રેલી માટે ખાસ તૈયારી કરી લીધી છે અને આ રેલી કલાકો સુધી ચાલશે.


Related News

Loading...
Advertisement