કોણ કોરોના રસીને પાત્ર? શું છે રસીકરણની પ્રક્રિયા?

27 February 2021 01:28 PM
Health
  • કોણ કોરોના રસીને પાત્ર? શું છે રસીકરણની પ્રક્રિયા?

માર્ચથી રસીકરણનાં ત્રીજા ચરણમાં રસીકરણ માટે કોણ પાત્ર બનશે?
હાલના તબકકામાં માત્ર સ્વાસ્થ્ય કર્મીઓ અને અગ્રિમ પંકિતના કોરોના યોધ્ધાઓને રસી લગાવવામાં આવી રહી છે. 1 માર્ચથી શરૂ થઈ રહેલા ત્રીજા તબકકામાં 60 વર્ષથી વધુ વયના કોઈપણ વડીલ અને 45 વર્ષથી ઉપરના અને ગંભીર બિમારીઓનો સામનો કરતા લોકો રસી મુકાવી શકશે.

45 થી 60 વર્ષનાં લોકો કઈ બિમારીઓમાં રસીના પાત્ર બનશે?
કેન્દ્રે હાલ એ બિમારીઓની યાદી જાહેર નથી કરી જેનાથી પીડાતા લોકો કોરોનાની રસીને પાત્ર બને અધિકારીઓનું કહેવુ છે કે ડાયાબીટીસ હાઈપર ટેન્શન અને કેન્સરના દર્દીઓ સિવાય તે લોકો રસી લગાવી શકશે જેમનું હૃદય, લીવર, કિડની સાથે સંલગ્ન રોગો ઉપરાંત સ્ટ્રોકનો શિકાર બન્યુ હોય.

45 વર્ષથી વધુ વયના લોકો માટે બીમારીનાં પ્રમાણની શું પ્રક્રિયા હશે?
લાભાર્થીએ રસીકરણ કેન્દ્ર પર બિમારી સાથે જોડાયેલ પ્રમાણપત્ર રજુ કરવુ પડશે. જેના પર રજીસ્ટર્ડ ડોકટરની સહી અનિવાર્ય રહેશે.

લાભાર્થીઓનું વેરિફિકેશન કેવી રીતે થશે?
સરકાર તરફથી સ્વીકૃત 12 ઓળખપત્રોથી લાભાર્થીઓનું વેરિફીકેશન કરવામાં આવશે તેમાં આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, સ્વાસ્થ્ય વીમા સ્માર્ટ કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, મતદાર ઓળખપત્ર, પાનકાર્ડ,જન પ્રતિનિધિઓને ઈસ્યુ કરેલ ઓળખપત્ર, બેન્ક/પોસ્ટ ઓફીસ પાસબુક, પેન્શન, દસ્તાવેજ, સરકારી કર્મચારીઓનું સર્વીસ ઓળખપત્ર અને રાષ્ટ્રીય વસ્તી રજીસ્ટર (એનપીઆર) અંતર્ગત ઈસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ સામેલ છે.ઓળખપત્રમાં નોંધાયેલી જાણકારીની મેળવણી મતદાર યાદી સાથે કરવામાં આવશે.

સરકારી હોસ્પિટલોમાં રસીકરણનો શું ભાવ હશે?
દેશની દરેક સરકારી હોસ્પિટલોમાં વિનામુલ્યે રસીકરણ થશે.ખાનગી હોસ્પિટલોમાં વિનામુલ્યે રસીકરણ નહિં થાય, અલબત લાભાર્થીઓ પાસેથી કેટલો ચાર્જ વસુલવામાં આવશે તેની હાલ કોઈ જાણકારી નથી.

શુંલ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં રસીની કિંમત નિયંત્રીત કરશે?
સરકારે આ બારામાં કોઈ જાહેરાત નથી કરી, અલબત અધિકારીઓનાં જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલોમાં રસીકરણનાં એક ડોઝની કિંમત 400 રૂપિયા સુધી રાખી શકાય છે.
શું કોવિન એપ રજીસ્ટ્રેશન માટે એકમાત્ર મંચ રહેશે?
કોરોના રસીકરણનાં કેસમાં કોવિન એપ મુખ્ય લોજીસ્ટીક ટુલ રહેશે.અલબત અભિયાનમાં મોટા પ્રમાણને જોતાં સરકાર રજીસ્ટ્રેશનના અન્ય મંચ પણ ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે.

કઈ કઈ એપ વેબસાઈટને સામેલ કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે?
આરોગ્ય સેતુ સિવાય સરકાર તરફથી માન્યતા પ્રાપ્ત અન્ય કોવિડ એપ ઉપરાંત ટુંક સમયમાં રસીકરણ અભિયાન માટે એક પોર્ટેલ શરૂ કરી શકાય છે.
મને લાગે છે કે રસીકરણને પાત્ર છું. હું મારૂ રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવી શકું?સરકાર આગામી કેટલાક દિવસોમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને સમયની જાહેરાત કરી શકે છે.

શું સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં સીધા જઈને રસી લગાવી અગાઉથી સમય લેવો પડશે?
રજીસ્ટ્રેશન કરાવી ચુકેલ લાભાર્થી સીધા હોસ્પિટલે પહોંચીને રસી લગાવી શકે છે. તેમને અલગથી સમય લેવાની જરૂર નથી.
શું લાભાર્થીઓને રસી પસંદ કરવાનો વિકલ્પ મળશે?
આ બારામાં કોઈ સ્પષ્ટ જાણકારી નથી. ભારતમાં બે રસી (કોવિશીલડ અને કોવેકિસન) લગાવવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય કર્મીઓ અને અગ્રિમ મોરચાના કર્મીઓને પસંદગીનો વિકલ્પ નહોતો અપાયો.

ખાનગી હોસ્પિટલોને રસીનો પુરવઠો કેવી રીતે પહોંચાડવામાં આવશે?
હજુ એ જાણકારી બહાર નથી આવી કે સરકાર ખાનગી હોસ્પિટલોને રસીનો પૂરવઠો પૂરો પાડશે કે પછી તેમને ખુદને ખરીદવાની છુટ અપાશે.

 


Related News

Loading...
Advertisement