સૌરાષ્ટ્રનાં ચાર જિલ્લાઓમાં કોરોના ફરી સજીવન : વધુ નવા 111 કેસ

27 February 2021 11:14 AM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રનાં ચાર જિલ્લાઓમાં કોરોના ફરી સજીવન : વધુ નવા 111 કેસ

રાજકોટ જિલ્લામાં ફરી ફુંફાડો નવા 67 કેસ : ભાવનગર જિલ્લામાં સંક્રમણ વધ્યુ : 67 દર્દીઓ સ્વસ્થ થયા

રાજકોટ, તા. 27
સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો માહોલ છવાતા રાજકીય પક્ષોના પ્રચાર-પ્રસારની સાથે કોરોના કેસ ફરી વધવા લાગ્યા છે. અમુક જિલ્લાઓ કોરોના મુકત થયા બાદ પુન: પોઝીટીવ કેસ નોંધાવા લાગતા કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. સૌરાષ્ટ્રમાં ર4 કલાક દરમિયાન વધુ નવા 111 પોઝીટીવ કેસ સામે 67 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લામાં પપ શહેર 12 ગ્રામ્ય કુલ 67, જામનગર-6, જુનાગઢ 8, ભાવનગર 13, મોરબી 4, દ્વારકા-ગીર સોમનાથ 3-3, અમરેલી-બોટાદ ર, પોરબંદર 1, સુરેન્દ્રનગર ર સહિત 111 પોઝીટીવ કેસ નોંધાયા છે.જયારે રાજકોટ 44, જામનગર 8, જુનાગઢ 2, ભાવનગર 10, મોરબી 3, અમરેલી 1 સહિત 67 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.કચ્છમાં નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા છે. એક પણ દર્દી સ્વસ્થ થયેલ નથી.રાજયમાં નવા 460 પોઝીટીવ કસ સામે 31પ દર્દીઓ ડિસ્ચાર્જ થતા રીકવરી રેટ 97.57 ટકા નોંધાયો છે.


રાજકોટ
રાજકોટ જિલ્લામાં મનપાની ચૂંટણી બાદ કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. રાજકોટ શહેરી વિસ્તારમાં ફરી પોઝીટીવ આંક 50ને પાર પહોંચ્યો છે. છેલ્લા24 કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં નવા 67 પોઝીટીવ કેસ સામે 44 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.રાજકોટ જિલ્લામાં 55 શહેર અને 12 ગ્રામ્ય સહિત નવા 67 કેસ સાથે શહેરનો કુલ આંક 16090 અને ગ્રામ્યનો કુલ આંક 6994 સહિત જિલ્લાનો કુલ આંક 23084 કેસ નોંધાયા છે. હાલ 50 દર્દીઓ સારવાર હેઠળ છે.બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર જિલ્લો કોરોનામુકત થયા બાદ પુન: પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર વધુ એલર્ટ થયું છે.


ભાવનગર
ભાવનગર જિલ્લામા વધુ 13 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 6,158 થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા 9 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 12 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર ખાતે 1 કેસ મળી કુલ 1 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા 9 કેસ મળી કુલ 9 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ જિલ્લામા નોંધાયેલા 6,158 કેસ પૈકી હાલ 25 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા 69 દર્દીઓનુ અવસાન થયેલ છે.


Related News

Loading...
Advertisement