પોતાના કાર્યકાળની છેલ્લી ચૂંટણીની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ શાયરાના અંદાજમાં વિવેચકોને આપ્યો જવાબ

26 February 2021 11:30 PM
ELECTIONS 2021 India
  • પોતાના કાર્યકાળની છેલ્લી ચૂંટણીની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ શાયરાના અંદાજમાં વિવેચકોને આપ્યો જવાબ

અરોરાએ અનેક ટીકાઓ, આક્ષેપો વચ્ચે પોતાના કામ પર જ ફોક્સ રાખ્યું, ચૂંટણીઓમાં મીડિયાની ભૂમિકા અંગે ભરપેટ વખાણ કર્યા

નવી દિલ્હીઃ
આજે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અંગે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ તારીખો જાહેર કરી. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ ચૂંટણીના સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી. આ તેમના કાર્યકાળની અંતિમ ચૂંટણી છે. સુનિલ અરોરાએ 2 ડિસેમ્બર 2018 ના રોજ મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકેને જવાબદારી સંભાળી હતી, 2019 ની લોકસભાની ચૂંટણીઓ સાથે, કોરોના કાળમાં બિહારની ચૂંટણી સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો શ્રેય પણ તેમને જાય છે.

મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેની છેલ્લી પ્રેસ કોન્ફરન્સમાં સુનિલ અરોરાએ આજે શુક્રવારે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. જેમાં કેરળ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અરોરા પ્રેસ કોન્ફરન્સમાં શાયરાના અંદાજમાં જોવા મળ્યા હતા.

પત્રકાર પરિષદમાં સી.ઈ.સી. સુનિલ અરોરાએ એક શેર રજૂ કર્યો કે, 'કિસી સે હમ સુખન હોતા નહીં મહેફિલ મેં પરવાના, ઉન્હેં બાતે નહીં આતી જો આપના કામ કરતે હૈ…' અરોરાએ આ પરોક્ષ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો કે, તેમના કાર્યકાળ દરમિયાન, ટીકાઓને જવાબ આપવાને બદલે બંધારણીય ફરજોને વધુ સારી રીતે ચલાવવાનો પ્રયાસ કર્યો. સીઈસીએ પણ હળવા દિલથી કહ્યું હતું કે, શાંતિ અને ન્યાયપૂર્વક ચૂંટણી યોજવામાં મીડિયાની મહત્ત્વની ભૂમિકા છે, પછી ભલે તમે તેમાં વિશ્વાસ કરો કે નહીં. આ વાત સાથે જ મીડિયાકર્મીઓ વચ્ચે હાસ્ય રેલાયું હતું. મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા 13 મી એપ્રિલે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુનીલ અરોરા દેશના 23 મા મુખ્ય ચૂંટણી કમિશ્નર છે.


Related News

Loading...
Advertisement