ભારતીય દિગ્ગજ ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું

26 February 2021 10:57 PM
Sports
  • ભારતીય દિગ્ગજ ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
  • ભારતીય દિગ્ગજ ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
  • ભારતીય દિગ્ગજ ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
  • ભારતીય દિગ્ગજ ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
  • ભારતીય દિગ્ગજ ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું

હું મારા પરિવાર, મિત્રો, ચાહકો, ટીમો, કોચ અને સમગ્ર દેશના સમર્થન માટે હૃદયપૂર્વક આભાર માનું છું. : યુસુફ

મુંબઈ:
ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર યુસુફ પઠાણે આજે શુક્રવારે તમામ શ્રેણીના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. ભારત તરફથી 57 વન-ડે અને 22 ટી -20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા યુસુફ પઠાણે સોશિયલ મીડિયા પર ભાવનાત્મક પોસ્ટ સાથે ક્રિકેટને અલવિદા કરવા નક્કી કર્યું હતું. પઠાણે લખ્યું કે, હું મારા પરિવાર, મિત્રો, ચાહકો, ટીમો, કોચ અને સમગ્ર દેશના સમર્થન માટે હૃદયપૂર્વક આભાર માનું છું.'

યુસુફ પઠાણે 2007 ની ટી 20 વર્લ્ડ કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. જો કે તે તેની ડેબ્યૂ મેચમાં વધારે પ્રદર્શન કરી શક્યો ન હતો. તે માત્ર 15 રનમાં આઉટ થયો હતો. પરંતુ ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને પાંચ રને હરાવીને ટી -20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. યુસુફ પઠાણ 2011 વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો.

યુસુફ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય ટીમની બહાર રહ્યો, 2012 માં પઠાણે તેની છેલ્લી વનડે અને ટી 20 મેચ રમી હતી. આઈપીએલમાં પણ કોઈ ફ્રેન્ચાઈઝીને તેને ટીમમાં સામેલ કરવામાં રસ નહોતો. ગયા વર્ષે પણ તે આઈપીએલ રમ્યો ન હતો અને આ વર્ષે પણ તે ચૂકી ગયો હતો.

આઈપીએલમાં યુસુફ પઠાણ 2008 થી 2019 દરમિયાન કોલકાતા નાઈટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ જેવી ટીમનો ભાગ હતો. યુસુફ પઠાણે આઈપીએલ 2010માં મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર 37 બોલમાં સદી ફટકારી હતી, જે ટૂર્નામેન્ટની અત્યાર સુધીની બીજી ઝડપી સદી પણ છે. યુસુફ વર્ષ 2019 માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળ્યો હતો. યુસુફે 143.0 ના સ્ટ્રાઇક રેટથી 174 મેચોમાં 3204 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 13 અડધી સદી ફટકારી હતી.

● યુસુફ પઠાણનું સ્ટેટમેન્ટ

યૂસુફ પઠાણે ટ્વીટમાં લખ્યુ કે, મને યાદ છે જે દિવસે મે પ્રથમ વખત ભારતની જર્સી પહેરી હતી, મે જ તે જર્સી પહેરી નહતી, તે જર્સી મારા પરિવાર, કોચ, મિત્ર અને પુરા દેશે પહેરી હતી. મારૂ બાળપણ, જીવન ક્રિકેટની આજુ બાજુ વિત્યુ અને હું આંતરરાષ્ટ્રીય, ઘરેલુ અને આઇપીએલ ક્રિકેટ રમ્યો પરંતુ આજે કઇક અલગ છે. આજે કોઇ વર્લ્ડકપ અથવા આઇપીએલ ફાઇનલ નથી પરંતુ આ એટલો જ મહત્વનો દિવસ છે. ક્રિકેટર તરીકે મારી કરિયર પર પૂર્ણ વિરામ લાગી રહ્યો છું. હું ઓફિશિયલ રીતે સંન્યાસની જાહેરાત કરૂ છું.


Related News

Loading...
Advertisement