પાંચ રાજ્યોમાં ચૂંટણી : 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ચૂંટણી પંચે કહેલી મોટી બાબતો

26 February 2021 10:31 PM
ELECTIONS 2021 India Politics
  • પાંચ રાજ્યોમાં ચૂંટણી : 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ચૂંટણી પંચે કહેલી મોટી બાબતો
  • પાંચ રાજ્યોમાં ચૂંટણી : 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ચૂંટણી પંચે કહેલી મોટી બાબતો
  • પાંચ રાજ્યોમાં ચૂંટણી : 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ચૂંટણી પંચે કહેલી મોટી બાબતો
  • પાંચ રાજ્યોમાં ચૂંટણી : 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ચૂંટણી પંચે કહેલી મોટી બાબતો
  • પાંચ રાજ્યોમાં ચૂંટણી : 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ચૂંટણી પંચે કહેલી મોટી બાબતો

18.6 કરોડથી વધુ મતદારો, ચાર રાજ્યોમાં મતદાન મથકોની સંખ્યામાં વધારો : 824 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે, 2 લાખ 70 હજાર મતદાન કેન્દ્રો

નવી દિલ્હીઃ
ચૂંટણી પંચે આજે શુક્રવારે દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરી છે. આ અંતર્ગત 27 માર્ચે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. ચૂંટણી કેવી રીતે યોજાશે અને કઈ વ્યવસ્થા રહેશે તેની સાથે સંબંધિત તમામ માહિતી ચૂંટણી પંચે આપી દીધી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણીઓ યોજાશે, પ્રથમ તબક્કો 27 માર્ચે અને આઠમો તબક્કો 29 એપ્રિલે થશે.

આસામની 126 બેઠકો, તામિલનાડુની 234 બેઠકો, પશ્ચિમ બંગાળની 294 બેઠકો, કેરળની 140 બેઠકો અને પુડુચેરીમાં 30 બેઠકો માટે ચૂંટણી યોજાશે. એક તબક્કામાં 6 એપ્રિલે કેરળ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. આસામમાં વિધાનસભાની ચૂંટણીઓ 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલના રોજ ત્રણ તબક્કામાં યોજાશે. પાંચેય વિધાનસભાની ચૂંટણીઓની મતગણતરી 2 મેના રોજ યોજાશે. આ ચૂંટણી ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાના કાર્યકાળની છેલ્લી ચૂંટણી હશે. અરોરા 13 એપ્રિલના રોજ સેવાનિવૃત્ત થઈ રહ્યા છે.

● ચૂંટણી માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ

જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમમાં ખાસ વ્યવસ્થા અંગે પણ કહેવાયું છે જે મુજબ ચૂંટણીમાં પોસ્ટલ મતદાન સુવિધા વૈકલ્પિક રહેશે. બંગાળમાં એક લાખથી વધુ મતદાન મથકો હશે. કોવિડ રસી ફરજ પર જતા પહેલા તમામ ચૂંટણી અધિકારીઓને આપવામાં આવશે. સુરક્ષા ભંડોળ ઓનલાઇન જમા કરવામાં આવશે તેમજ મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવવામાં આવશે. બંગાળ સહિતના ચૂંટણી દરમિયાન તમામ રાજ્યોમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે. કોવિડ ગાઈડલાઈન મુજબ પ્રચાર માટે વધુમાં વધુ પાંચ લોકો ઘરે ઘરે જઈ શકશે. ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ઓનલાઇન રહેશે. એક મતદાન કેન્દ્રમાં એક હજારથી વધુ મતદારો નહીં હોય. વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગોને પોસ્ટ દ્વારા મતદાન કરવાનો વિકલ્પ મળશે. ચૂંટણી સંબંધિત માહિતી માટે ટોલ ફ્રી નંબર 1950 જાહેર કરવામાં આવ્યો છે. ચૂંટણીના સમયપત્રકની ઘોષણાની સાથે ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં છે. બંગાળમાં એક લાખ એક હજાર 916 મતદાન મથકો રહેશે રાજ્યની પોલીસ કેન્દ્રીય દળો સાથે મળીને કામ કરશે. દરેક મતદાન મથકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

● ક્યાં રાજ્યમાં ક્યારે મતદાન યોજાશે

પશ્ચિમ બંગાળની ચૂંટણી આઠ તબક્કામાં યોજાશે, રાજ્યનું પ્રથમ તબક્કો 27 માર્ચે અને આઠમો તબક્કો 29 એપ્રિલના રોજ યોજાશે. જ્યારે કેરળ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન 6 એપ્રિલે એક તબક્કામાં યોજાશે. આસામમાં વિધાનસભાની ચૂંટણી 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલના રોજ ત્રણ તબક્કામાં યોજાશે. પાંચેય વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી 2 મેના રોજ યોજાશે. આસામની 126 બેઠકો, તામિલનાડુની 234 બેઠકો, પશ્ચિમ બંગાળની 294 બેઠકો, કેરળની 140 બેઠકો અને પુડુચેરીમાં 30 બેઠકો માટે ચૂંટણી યોજાશે.

● મતદારોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાયા

પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ પડકારની વચ્ચે અમે મતદારોની સલામતી સુનિશ્ચિત કરવા અને ચૂંટણી માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા યોગ્ય પગલા લીધા છે. તેમણે કહ્યું કે, અમે કોરોના વોરિયર્સ ચિકિત્સકો, પેરામેડિક્સ, નર્સો, વૈજ્ઞાનિકો અને અમારા તમામ અધિકારીઓનો આભાર માનીએ છીએ, જેઓ ચૂંટણી ડ્યુટીમાં પ્રથમ મોરચે તૈનાત રહ્યા. તેમણે કહ્યું કે બિહારમાં વિધાનસભાની સફળ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે રાજ્યસભાની 18 બેઠકોની ચૂંટણી માટે ટ્રાયલ શરૂ કરી દીધી હતી. આ પછી બિહારની ચૂંટણીનો પડકાર ઇસીઆઈ માટે એક મહાન ક્ષણ છે. તે લીટમસ પરીક્ષણ સાબિત થયુ. કોરોના વાયરસને કારણે મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. સવારે 7 થી સાંજના 6 સુધી મતદાન યોજાશે. પહેલાં તે સાંજના પાંચ વાગ્યા સુધીનો જ સમય હતો. મતદાનના એક દિવસ પહેલા તમામ મતદાન મથકોને સેનેટાઇઝ કરવામાં આવશે. 1500ની જગ્યાએ માત્ર 1000 મતદારો બૂથ પર મત આપી શકશે. મતદાન મથકના એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ પર સાબુ, પાણી અને સેનિટાઇઝર રાખવામાં આવશે. માસ્ક વિનાના મુલાકાતીઓ માટે બૂથ પર માસ્ક મૂકવામાં આવશે. અરોરાએ કહ્યું કે આ ચૂંટણી દરમિયાન કુલ 824 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, કેરળ, આસામ અને પુડુચેરીના 2.7 લાખ મતદાન મથકો પર 18.68 કરોડ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.


Related News

Loading...
Advertisement