ગુજરાતમાં કોરોના કહેર ફરી શરૂ : એક્ટિવ કેસ વધીને 2000ને પાર

26 February 2021 07:57 PM
Gujarat
  • ગુજરાતમાં કોરોના કહેર ફરી શરૂ : એક્ટિવ કેસ વધીને 2000ને પાર

● સતત બીજા દિવસે 400થી વધુ કેસ, કુલ કેસોની સંખ્યા વધીને 2.69 લાખ થઈ ● છેલ્લા 24 કલાકમાં વાઇરસથી એક પણ દર્દીનું મોત નહીં : આરોગ્ય વિભાગ

રાજકોટઃ
ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં જ કોરોના ફરી એકવાર વકર્યો છે. એક્ટિવ કેસ ફરી વધીને 2000ને પાર થઈ ગયા છે. અગાઉ સતત ત્રણ દિવસ 300થી વધુ કેસ નોંધાયા બાદ છેલ્લા 2 દિવસથી 400થી વધુ કેસ સપાટી પર આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા પણ વધીને 2.69 લાખને પાર થઈ ગઈ છે. રિકવરી રેટ પણ ઘટીને 97.57 ટકા જેટલો થયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝીટીવ નવા 460 કેસો નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ એક પણ દર્દીનું મોત થયું નથી. જ્યારે 315 દર્દીઓ સાજા થયા છે. એ સાથે જ ડિસ્ચાર્જ થયેલા કુલ દર્દીની સંખ્યા 2,62,487 થઈ ગઈ છે. હાલ કુલ 38 દર્દીઓ વેન્ટીલેટર પર છે, જ્યારે 2098 દર્દીઓ સ્ટેબલ છે, આમ કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,136 થઈ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 4408 તથા કુલ પોઝીટીવ કેસનો આંક 2,69,031 પહોંચ્યો છે.

માત્ર બે જિલ્લા પાટણ અને ડાંગમાં આજે એક પણ કેસ નોંધાયો નથી.

● જિલ્લા મુજબ નોંધાયેલા કેસો

વડોદરા 109, અમદાવાદ 101, સુરત 74, રાજકોટ 67, ભાવનગર 13, ગાંધીનગર 10, કચ્છ 9, જૂનાગઢ 8, છોટાઉદેપુર - ખેડા - મહીસાગર - પંચમહાલ - જામનગર 6, મહેસાણા - સાબરકાંઠા 5, મોરબી 4, દેવભૂમિ દ્વારકા - ગીર સોમનાથ 3, અમરેલી - આણંદ - ભરૂચ - બોટાદ - સુરેન્દ્રનગર - વલસાડ 2, અરવલ્લી - બનાસકાંઠા - દાહોદ - નર્મદા - નવસારી - પોરબંદર - તાપી 1.


Related News

Loading...
Advertisement