આમ આદમી પાર્ટી હવે મધ્યપ્રદેશની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પણ ઝંપલાવશે

26 February 2021 06:17 PM
India Politics
  • આમ આદમી પાર્ટી હવે મધ્યપ્રદેશની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પણ ઝંપલાવશે

રાજકોટ તા.26
ગુજરાતમાં હાલમાં યોજાયેલી મહાપાલિકા ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીને મુખ્ય વિપક્ષ તરીકે સ્થાન મેળવવામાં સફળતા મળી અને રાજયના અન્ય મહાનગરોમાં પણ નોંધપાત્ર મત મળ્યા તે સાથે દિલ્હીના મુખ્યમંત્રી તથા ‘આપ’ના વડા અરવિંદ કેજરીવાલે હવે મધ્યપ્રદેશમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પણ ઝંપલાવવાની જાહેરાત કરી છે અને ટુંક સમયમાં ‘આપ’ આ અંગે આગળ વધશે. શ્રી કેજરીવાલે ગઈકાલે જાહેર કર્યુ હતું કે ગુજરાતના લોકો સમક્ષ અમે કામ કરતી સરકારનું મોડેલ રજુ કર્યુ અને તેમાં અમને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. અમને નંબર ટુનું સ્થાન મળી રહ્યું છે અને તેથી અમે હવે સ્થાનિક ચૂંટણીઓમાં વધુ સારી રીતે જવા માંગીએ છીએ.


Related News

Loading...
Advertisement