કેપ્ટન અમરીન્દરસિંહના લંચમાં નવજોત સિદ્ધુ ગેરહાજર

26 February 2021 06:16 PM
India
  • કેપ્ટન અમરીન્દરસિંહના લંચમાં નવજોત સિદ્ધુ ગેરહાજર

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંહ એ તેમની પૌત્રીના લગ્નની ખુશીમાં લંચનું આમંત્રણ આપ્યું હતું જેમાં તેમના રાજકીય વિરોધીઓ પણ સામેલ હતા પરંતુ રાજયના બળવાખોર કોંગ્રેસી નેતા નવજોત સિદ્ધની ગેરહાજરીએ ચર્ચા જગાવી છે. કોંગ્રેસમાં કેપ્ટનના વિરોધી રહેલા પ્રતાપસિંહ બાજવા પણ આ લંચમાં પહોંચ્યા હતા અને અન્ય પક્ષોના અનેક નેતાઓ પણ હાજર હતા. પરંતુ નવજોત સિદ્ધુની રાહ જોવાતી હતી પરંતુ છેલ્લે સુધી આવ્યા નહી. જો કે કેબીનેટ મંત્રીઓમાં બે મંત્રીઓની ગેરહાજરી પણ ચર્ચાનો વિષય બની છે.


Related News

Loading...
Advertisement