હરીયાણાની ખટ્ટર સરકાર દ્વારા અવિશ્વાસની દરખાસ્ત

26 February 2021 06:14 PM
India Politics
  • હરીયાણાની ખટ્ટર સરકાર દ્વારા અવિશ્વાસની દરખાસ્ત

હરિયાણામાં ખેડૂત આંદોલનના તનાવ વચ્ચે મનોહરલાલ ખટ્ટર સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસે રજુ કરી છે અને તેમાં ખેડૂત આંદોલનનો મુદો સમાવી લેતા ભાજપના સાથી પક્ષ જનનાયક જનતા પાર્ટીની પણ ચિંતા વધી ગઈ છે. જેના વડા દુષ્યંત ચૌટાલા રાજયમાં ઉપમુખ્યમંત્રી છે. તા.5 માર્ચથી હરીયાણામાં વિધાનસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે અને કોંગ્રેસે અવિશ્ર્વાસ પ્રસ્તાવ રજુ કર્યો છે તેના પર ચર્ચા થશે તેવા સંકેત છે. પરંતુ દિલ્હી પાસે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તે મુદે ખટ્ટર ચૌટાલા બંનેએ પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે. જેના કારણે જનનાયક જનતા પાર્ટીમાં ભંગાણ પડી શકે છે.


Related News

Loading...
Advertisement