રાહુલ ગાંધી અમેરિકાની કોર્નેલ યુનિ.ના વિદ્યાર્થીઓને લોકશાહી પર સંબોધન કરશે

26 February 2021 06:12 PM
India Politics
  • રાહુલ ગાંધી અમેરિકાની કોર્નેલ યુનિ.ના વિદ્યાર્થીઓને લોકશાહી પર સંબોધન કરશે

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી તા.2 માર્ચના રોજ અમેરિકાની પ્રતિષ્ઠીત કોર્નેલ યુનિ.માં વિદ્યાર્થીઓને લોકશાહી અને વિકાસ પર સંબોધન કરશે. આ સંબોધન દરમ્યાન રાહુલની સાથે જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર કૌશિક બસુ પણ હાજર હશે. ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગ્યે આ સંબોધન ચાલુ થશે જેમાં લોકશાહી, વિકાસ તથા ભારતમાં રાજકીય જીવન અને વિશ્ર્વ તેવા વિષયોનો સમાવેશ કરાયો છે. અહીના ઈન્ટરનેશનલ સ્ટડી સેન્ટર દ્વારા આ આયોજન કરાયું છે જેમાં ભાગ લેનાર માટે રજીસ્ટ્રેશન જરૂરી હશે અને ફેસબુક પર તે લાઈવ રજુ થશે.


Related News

Loading...
Advertisement