મોદીએ એવી વ્યવસ્થા કરી છે સરદાર પટેલ કદી ભુલાશે નહી: અમિત શાહ

26 February 2021 06:10 PM
India Politics
  • મોદીએ એવી વ્યવસ્થા કરી છે સરદાર પટેલ કદી ભુલાશે નહી: અમિત શાહ

ગુજરાતના અમદાવાદ ખાતેના સ્ટેડીયમને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ નામ અપાયુ તેની સામે કોંગ્રેસ કાગારોળ મચાવી રહી છે તેના પર પ્રહાર કરતા ભાજપના વરિષ્ઠ નેતા તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કહ્યું કે દેશમાં આજે તાજમહાલ કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા અનેકગણા વધુ લોકો આવે છે અને અમદાવાદમાં કોમનવેલ ગેમ યોજી શકાય તેવુ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેકસ બનાવ્યું છે અને તેને સરદાર પટેલનું નામ અપાયું છે અને ભારત ભવિષ્યમાં ઓલમ્પીક યોજવા પણ જશે તેવુ સ્ટેડીયમ આ બનાવ્યુ છે. અમીત શાહે કહ્યું કે કોંગ્રેસે હંમેશા સરદાર પટેલને અન્યાય કર્યો અને નહેરુ-ગાંધી પરિવારના નામ જ બધે લગાવ્યા હતા પણ મોદીએ એવી વ્યવસ્થા કરી છે કે કોઈ લોકો પ્રયત્ન કરે તો પણ સરદાર કદી ભુલાશે નહી.


Related News

Loading...
Advertisement