એ સ્ટેડીયમનું નામ સરદાર પટેલ મોટેરા સ્ટેડીયમ હતું: સુબ્રમણ્યમ સ્વામી

26 February 2021 06:08 PM
India Politics
  • એ સ્ટેડીયમનું નામ સરદાર પટેલ મોટેરા સ્ટેડીયમ હતું: સુબ્રમણ્યમ સ્વામી

અમદાવાદના સ્ટેડીયમનો વિવાદ વધતો જાય છે અને હવે તેમાં ભાજપના આખા બોલા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ એવો દાવો કર્યો છે કે મોટેરાના સ્ટેડીયમનું કોઈ નામ ન હતું અને સરદાર પટેલ સ્ટેડીયમ નામ અપાયુ છે પરંતુ તે જૂઠ છે. આ સ્ટેડીયમનું પુન: નિર્માણ કરાયું છે અને અગાઉ સરદાર પટેલ સ્ટેડીયમ જ નામ હતું અને હવે તેને નરેન્દ્ર મોદી નામ અપાયુ છે. સ્વામીએ આમ આ વિવાદને નવો વળાંક આપી દીધો છે. જો કે ભાજપનો દાવો છે કે આખા સ્પોર્ટસ સંકુલને સરદારનું નામ અપાયું છે અને નરેન્દ્ર મોદી સ્ટેડીયમ તેનો એક ભાગ જ છે.


Related News

Loading...
Advertisement