રાજકોટ-સિકંદરાબાદ ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેન લંબાવાઈ

26 February 2021 06:07 PM
Rajkot
  • રાજકોટ-સિકંદરાબાદ ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેન લંબાવાઈ

ટિકીટનું બુકીંગ તા.2 માર્ચથી શરૂ

રાજકોટ તા.26
રાજકોટ-સિકંદરાબાદ વચ્ચે ચાલતી ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનને આગામી સૂચના ન મળે ત્યાં સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ રાજકોટ-સિકંદરાબાદ વિશેષ ટ્રેન દર રવિવારે, સોમવારે અને ગુરુવારે રાજકોટથી સવારે 5.30 વાગ્યે ઉપડીને બીજા દિવસે સવારે 8.10 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. આ ટ્રેન 5 એપ્રિલ 2022થી આગામી સૂચના ન મળે ત્યાં સુધી વિસ્તારીત કરાઈ છે. આ પ્રકારે સિકંદરાબાદ રાજકોટ વિશેષ ટ્રેન દર સોમવારે, મંગળવારે અને શનિવારે સિકંદરાબાદથી બપોરે 15.00 વાગ્યે ઉપડીને બીજા દિવસે સાંજે 17.50 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 3 એપ્રિલ 2021થી આગામી સૂચના ન મળે ત્યાં સુધી ચાલશે. રાજકોટ-સિકંદરાબાદ ટ્રેનની ટિકીટોનું બુકીંગ પીઆરએસ કાઉન્ટરો, આઈઆરસીટીસી વેબસાઈટ પર તા.2 માર્ચથી શરુ થશે. વધુ જાણકારી માટે www.enquiry.indianrail.gov.in ખાતે સંપર્ક કરવો.


Related News

Loading...
Advertisement