કેન્દ્રીય કૃષિ કાનૂનનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ જેઓ આ આંદોલનને ટેકો ન આપતા હોય તેઓને પંજાબમાં પ્રવેશ કરવા દેવાશે નહી તેવું ફરમાન જાહેર કરાયુ છે. બાબા રાજસિંહ તરીકે જાણીતા નિહંગ શિખ નેતા એ જણાવ્યું કે આંદોલનનું સમર્થન નહી કરનાર બોલીવુડના કોઈપણ અભિનેતાઓની ફિલ્મો પંજાબમાં રિલીઝ થઈ શકશે નહી. અને આ અભિનેતાઓને પણ પ્રવેશ નહી કરવા દેવામાં આવે. તેઓએ જણાવ્યું કે હવેના વડાપ્રધાન ખેડૂત હશે અને દેશભરના ખેડૂતો તેને ટેકો આપશે.