એરપોર્ટ, તાલુકા, આજીડેમ અને કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ ચુંટણીને લઇ ખડેપગે

26 February 2021 05:58 PM
Rajkot
  • એરપોર્ટ, તાલુકા, આજીડેમ અને કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ ચુંટણીને લઇ ખડેપગે

પોલીસ, પેરા મિલેટ્રી ફોર્સ, હોમગાર્ડ, જીઆરડી સહિત 480 જવાનોનો પોલીસ બંદોબસ્ત:ચાર પોલીસ મથકોની હદમાં 84 બિલ્ડીંગમાં મતદાન થશે જેમાં 7પ બુથ સંવેદનશીલ, 42 અતિ સંવેદનશીલ

રાજકોટ તા. 26 : રાજકોટ મહાનગર પાલીકાની ચુંટણી પુર્ણ થતા હવે રાજકોટ પોલીસ જીલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીની કામગીરીમાં કાર્યરત થઇ છે. રાજકોટના કુવાડવા રોડ, આજી ડેમ, તાલુકા અને નવા એરપોર્ટ પોલીસ મથક વિસ્તારમાં ગ્રામ્ય બેઠકોમાં ચુંટણી યોજાવાની છે. જેને લઇ આ ચાર પોલીસ મથકનો સ્ટાફ ખડેપગે છે.પોલીસ કમિશ્નર કચેરી ખાતે આજે પત્રકાર પરીષદ યોજાઇ હતી. જેમાં ડીસીપી ઝોન-1 પ્રવિણકુમારે માહીતી આપી હતી કે તા. ર8 ના રોજ જીલ્લા-તાલુકા પંચાયતની ચુંટણીનું મતદાન યોજાનાર છે. જેને લઇ પોલીસ સતર્ક છે.

શાંતીપુર્ણ રીતે મતદાન થાય તે માટે આગોતરી કામગીરી શરુ કરી દેવાઇ છે. ચાર પોલીસ મથક, કુવાડવા રોડ, આજીડેમ, તાલુકા અને એરપોર્ટ પોલીસ સ્ટેશન હેઠળ 84 બિલ્ડીંગોમાં મતદાન થનાર છે. જેમાં 7પ બુથ સંવેદનશીલ છે જયારે 4ર બુથ અતિ સંવેદનશીલ છે. જયા વધારાનો સુરક્ષા બંદોબસ્ત રખાશે. પોલીસ પેરા મિલેટ્રી ફોર્સ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી સહીત 480 જવાનો બંદોબસ્તમાં ગોઠવાશે. કુવાડવા રોડ પોલીસ મથકની હદમાં જીલ્લા પંચાયતની 5 સીટ જયારે તાલુકા પંચાયતની 13 સીટો આવે છે. અહીં 8 રુટ નકકી કરાયા છે. ચુંટણી અગાઉ જ 400 આરોપીઓ સામે અટકાયતી પગલા લેવાયા છે. જેમાં પાસા અને તડીપારની કાર્યવાહી પણ થઇ છે. આ પોલીસ મથક વિસ્તારમાં કુલ ર00 જેટલા જવાનો ખડે પગે રહેશે. એરપોર્ટ પોલીસ મથકકમાં જીલ્લા પંચાયતની 3 સીટ અને તાલુકાની પ સીટ આવે છે. જેમાં 3 રુટ નકકી કરાયા છે. 100 આરોપી સામે અટકાયતી પગલા લેવાયા છે. અહીં 100 જવાનોનો કાફલો સુરક્ષા માટે ફાળવાયો છે.


આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાં જીલ્લા પંચાયતની ર સીટ અને તાલુકા પંચાયતની 7 સીટો આવે છે. ર00 શખ્સોની અગાઉથી જ અટકાયત કરી લેવાઇ છે. મતદાનના દિવસે આ વિસ્તારમાં 180 જવાનોનો સુરક્ષા બંદોબસ્ત રહેશે. તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પણ બે ગામો આવેલા છે. જયા પણ બંદોબસ્ત રખાયો છે. ઉપરાંત ચારેય પોલીસ મથકોની હદમાં આવતી ચેકપોસ્ટ પર વાહનોની ચેકીંગ કામગીરી થઇ રહી છે.


જે રૂટ નકકી કરાયા છે તેમાં પીઆઇ , પીએસઆઇ, એએસઆઇ, હેડ કોન્સ્ટેબલને રૂટની જવાબદારી અપાઇ છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી અહેમદ ખુરશીદ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર, ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન અને સુચના હેઠળ તમામ એસીપીની રાહબરીમાં પોલીસ મથકોનો સ્ટાફ અને ક્રાઇમ બ્રાંચ, એસઓજી સહીતની શાખાના અધિકારી-કર્મચારી હાલ ચુંટણીને લઇ ખડે પગે છે.


Related News

Loading...
Advertisement