એપ્રિલમાં દેવગુરૂ બૃહસ્પતિનો કુંભ રાશીમાં પ્રવેશ: બારેય રાશીઓ પર કેવો પ્રભાવ?

26 February 2021 05:56 PM
Dharmik
  • એપ્રિલમાં દેવગુરૂ બૃહસ્પતિનો કુંભ રાશીમાં
પ્રવેશ: બારેય રાશીઓ પર કેવો પ્રભાવ?

રાજકોટ તા.26
દેવગુરૂ બૃહસ્પતિ ગ્રહ આગામી તા.6 એપ્રિલથી પોતાની નીચ રાશી મકર છોડીને કુંભ રાશીમાં પ્રવેશ કરશે. આ રાશીમાં તા.13 સપ્ટેમ્બર સુધી રહ્યા બાદ વક્રી અવસ્થામાં પુન: મકર રાશીમાં પ્રવેશ કરી જશે.જયાં તા.20 નવે.સુધી રહેશે. ત્યારબાદ પુન: માર્ગી અવસ્થામાં કુંભ રાશીમાં પ્રવેશ કરી જશે.બારેય રાશીઓ પર કેવો પ્રભાવ પડશે તેની વિગતો પ્રસ્તુત છે.


મેષ રાશી
નવ વિવાહીતો માટે સંતાન પ્રાપ્તિ તથા પ્રાદુર્ભાવના યોગ બને. વરિષ્ઠો માટે ધાર્મિક માંગલીક કાર્યનો અવસર બને. સંતાનનાં દાયિત્વની પૂર્તિ થઈ શકે. વિદ્યાર્થીઓ માટે લાભદાયી.


વૃષભ રાશી
જમીન-જાયદાદના મામલાનો ઉકેલ આવે.સામાજીક કાર્યોમાં વધારે ખર્ચ થાય. પ્રતિષ્ઠા વધે, નોકરીમાં ઉન્નતિ, વેપારમાં આવકનાં સાધનો વધે.


મિથુન રાશી
ધર્મ-કર્મનાં મામલામાં વધારે રૂચી થાય. વિચારને કરવામાં આવતા કાર્યો સફળ થાય. પરિવાર સાથે સાવધાની રાખવી. વિદેશ યાત્રાનો યોગ બને. બુઝુર્ગોને પૌત્ર સુખની પ્રાપ્તિ, આવકના સાધનો વધી શકે છે.


કર્ક રાશી
આકસ્મીક ધનલાભનાં યોગ છે. નોકરીમાં ઉન્નતિની તક, તીર્થાટન તથા સામાજીક કાર્યો પર ધન ખર્ચ થાય. સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું. વ્યાવસાયીક કાર્યોમાં સફળતા મળે.


સિંહ રાશી
નોકરીમાં માન-સન્માન તથા પ્રભાવમાં વૃધ્ધિ થાય. ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળે. સ્વાસ્થ્ય પ્રતિ સજાગર રહેવુ.ખોટા ખર્ચાથી બચવુ. માંગલીક કાર્યો થાય. શાદી-વિવાહ સંબંધી વાર્તાલાપમાં સફળતા મળે.


ક્ધયા રાશી
શાદી-વિવાહનાં બજેટમાં અધિક વ્યય થાય. વિદેશી કંપનીઓમાં નોકરી તથા નાગરીકતા માટેના આવેદન કરવાથી સફળતા મળે. છુપા શત્રુઓથી બચવુ. કોર્ટ કચેરીનાં મામલા બહારથી ઉકેલવા. ભાગદોડના કારણે ચિંતા રહે.


તુલા રાશી
પરિવારનાં વડીલોનો સહયોગ મળે. સંતાન સંબંધી ચિંતાથી મુકિત મળે. નોકરીમાં મદોનીતિ, સારા સમાચાર સાંભળવા મળે. નવા પ્રેમ પ્રસંગની શરૂઆત થાય. આવકના અનેક સ્ત્રોત ઉભા થાય.


વૃશ્ર્ચિક રાશી
પ્રમોશન તથા સ્થાન પરિવર્તનનો પ્રયાસ સફળ રહે. પૈતૃક સંપતિનો લાભ મળે.ભૌતિક સુખ મળે. વાહન ખરીદવાની સંભાવના, પરિવારમાં કલહ થવાથી માનસીક અશાંતિ રહે.


ધનરાશી
ધર્મ અને અધ્યાત્મમાં રૂચી રહે. કાર્ય ક્ષેત્રમાં પ્રભાવ વધે. સંતાન સંબંધી ચિંતાઓ દુર થાય.વિદેશી કંપનીઓમાં નોકરીના યોગ, વિદ્યાર્થીઓ માટે સફળતાનાં યોગ.


મકર રાશી
આ રાશીનાં જાતકોનાં નિર્ણયો લાભદાયી બને. ષડયંત્રના શિકાર બનવાથી બચવુ. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવુ. વિવાહીત મામલા સાથે મળીને ઉકેલવા. આર્થિક પક્ષ મજબુત બને જમીન-જાયદાદનાં પ્રશ્ર્નોનો નિવેડો આવે.


કુંભ રાશી
વિદ્યાર્થીઓ સફળતાનાં યોગ બને.સંતાન સંબંધી ચિંતાથી મૂકિત મળે. સામાજીક પદ પ્રતિષ્ઠા વધે. પોતાની યોજનાઓ ગુપ્ત રાખવી. વિવાહમાં આવતી અડચણો દુર થાય.


મીન રાશી
સ્વાસ્થ્ય સંબંધી સાવચેત રહેવુ. લેવડ દેવડના મામલામાં સાવચેતી રાખવી. કોર્ટ કચેરીનાં પ્રશ્ર્નો બહારથી જ ઉકેલવા. વધારે ભાગદોડ થાય બૃહસ્પતીનો ગોચર પ્રભાવ અશાંતિ આપનારો બનવાની સંભાવના છે.


Related News

Loading...
Advertisement