મંગળ પર મોકલાયેલા રોવર સામે નવી આફત : લાલગ્રહ પર જબરૂ તોફાન તોળાય રહ્યું છે

26 February 2021 05:55 PM
Astrology Top News World
  • મંગળ પર મોકલાયેલા રોવર સામે નવી આફત : લાલગ્રહ પર જબરૂ તોફાન તોળાય રહ્યું છે
  • મંગળ પર મોકલાયેલા રોવર સામે નવી આફત : લાલગ્રહ પર જબરૂ તોફાન તોળાય રહ્યું છે

ધૂળનું તોફાન સૂકાશે, વીજળીના કડાકા થશે, રોવરને બચાવવા માટે તૈયારી શરૂ

કેલીફોર્નીયા તા.26
અમેરિકાની સ્પેસ એજન્સી નાસા દ્વારા મંગળના ગ્રહ પર મોકલવામાં આવેલા રોવર સામે એક નવો પડકાર ઉભો થયો છે. આગામી દિવસોમાં મંગળના ગ્રહ પર એક મોટુ તોફાન આવી શકે તેમ છે અને તેમાં પૃથ્વીની જેમ જ વિજળીના કડાકા ભડાકા થશે અને ધૂળની ડમરીઓ ઉડશે. તથા હવાની ગતિ પૃથ્વી પર ફૂંકાતા વાવાઝોડા જેવી હશે. આ સમયે નાસાનું રોવર ટકી શકશે કે કેમ? તે ચિંતા સર્જાઇ છે. ઓરેગોન યુનિ.ના જીયોલોજીસ્ટ જસુઆ મેન્ડેઝ હાર્પરે માર્સ પર્સિવરેંસના આગમન પૂર્વે જ એક આ પ્રકારનું તોફાન આવી ગયું હતું અને હવે ફરી તે તોફાન આવે તો તેની સામે પ્રશ્ર્ન ઉભા થઇ શકે છે. મંગળ જે લાલ ગ્રહ છે તેનો રંગ આ તોફાન સમયે નારંગી થઇ જાય છે અને ધૂળની ડમરીઓના કારણે આસપાસ કંઇ દેખાતુ નથી. જો કે રોવરને જમીનમાં ઉભુ રાખવા માટે ખાસ પ્રકારના તેના રોબોટીક લેગ કામ કરી શકે છે. પરંતુ તેમાં હજુ પરીક્ષણ થયુ નથી. ઉપરાંત વિજળીના કડાકા સમયે જો કોઇ વિજળી આ રોવર પર પડે તો તેની સ્થિતિ શું હશે તે પણ પ્રશ્ર્ન છે.


Related News

Loading...
Advertisement