1.50 કરોડની ઠગાઇ કરવાના ગુનામાં આરોપી જામીન મુકત

26 February 2021 05:50 PM
Rajkot Crime
  • 1.50 કરોડની ઠગાઇ કરવાના ગુનામાં આરોપી જામીન મુકત

રાજકોટ તા.26
કાલાવડ રોડ નજીક અમીન માર્ગ પર રહેતી મહિલાને દોઢ કરોડની ઠગાઇના ગુનામાં આરોપીને જામીન ઉપર છોડી મુકવાનો હુકમ કર્યો છે. વધુમાં નડીયાદ જિલ્લાના કઠલાલ ખાતે રહેતા આશિષ કિરણકુમાર પંચાલે રાજકોટના સ્થિત મિનલબા વિરેન્દ્રસિંહ સોલંકી અને રાજુ ઉર્ફે શાહ પટેલ તેમજ વકીલ સહિત ત્રણ શખ્સોએ કઠલાલની શિવ આશીષ મોલની 10 દુકાનો અને સિનેમાગૃહનો દસ્તાવેજ કરાવી લઇ રૂા.1.50 કરોડની ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં મિનલબા સોલંકીની સામે ખોટી રીતે ગુના નોંધેલ હોય અને ગુનામાં બીન કાયદેસર રીતે પોલીસ ધરપકડ કરવાની દહેશતથી નડીયાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન ગુજારેલ હતા. દુકાનો વેચાણ દસ્તાવેજ કબુલાત આપવામાં આવેલી છે. વેચાણ સમયે અવેજની તમામ રકમ ચુકવેલ છે. બનાવ વર્ષ 2017નો છે અને ફરિયાદ વર્ષ 2020ની સાલની છે. વેચાણ આપેલ મિલકત ઉપર ઇન્ડિયન બેંક આણંદ શાખામાં રૂા.70 લાખનું મોર્ગેજ છે તે બાબત ફરિયાદી દ્વારા છુપાવવામાં આવેલ છે અને મોર્ગેજ બાબતે તકરારો થયેલી છે. તેવી દલીલ ઘ્યાને લઇને સેશન્સ જજ મિલનબા સોલંકીને શરતોને આધીન આગોતરા જામીન મંજૂર કરતો હુકમ ફરમાવેલ છે. આરોપી પક્ષે એડવોકેટ સંજય એચ. પંડયા, મનિષ એચ. પંડયા વિશાલ સોલંકી અને ઇરશાદ શેરસીયા રોકાયા હતાં.


Related News

Loading...
Advertisement