‘દિકરાનું ઘર’ પરિવારનો બે દિવસીય દ્વારકા પ્રવાસ

26 February 2021 05:49 PM
Rajkot
  • ‘દિકરાનું ઘર’ પરિવારનો બે દિવસીય દ્વારકા પ્રવાસ

રાજકોટ તા.26
સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી વૃદ્ધાશ્રમ એક વિશાળ પરિવાર છે. જેમાં સમર્પિત ભાવથી વિવિધ ક્ષેત્રોના 171 થી વધુ કાર્યકર્તાઓ તન-મન અને ધનથી જોડાયેલા છે. આગામી તા.27 અને 28ના રોજ વહેલી સવારે 5.30 કલાકે દ્વારકાના પ્રવાસે ‘દીકરાનું ઘર’ ની ટીમ જશે. જેમાં 140થી વધુ કાર્યકર્તાઓ જોડાશે. બે દિવસીય આ પ્રવાસ માટે ‘દીકરાનું ઘર’ દ્વારા વિશિષ્ટ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. સામાજીક ભાવથી કામ કરતા કાર્યકર્તાઓ પારિવારિક રીતે પરસ્પર નજીક આવે, આત્મીય ભાવથી સંબંધો કેળવાય તેવા ભાવથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે.
તા.27ના રોજ દ્વારકા ખાતે જનારા પ્રવાસ બેટ દ્વારકા, નાગેશ્ર્વર તેમજ શિવરાજપુર બીચ પણ જનાર છે. પ્રવાસનું સંપૂર્ણ આયોજન મુકેશ દોશી, સુનીલ વોરા, અશ્ર્વિનભાઈ પટેલ અને નલીન તન્ના દ્વારા કરવામાં આવ્યું છે. ‘દીકરાનું ઘર’ દ્વારા યોજાનાર આ પ્રવાસમાં રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલ છે. આ પ્રવાસ દરમિયાન ‘દીકરાનું ઘર’ ની બહેનો માટે ગોમતી ઘાટ ખાતે આવેલ મહાપ્રભુજીની બેઠકમાં રસીયાનું પણ આયોજન કરવામાં આવેલ છે જેની સંપૂર્ણ વ્યવસ્થા ગીતાબેન એ.પટેલ, કાશ્મીરા દોશી, કલ્પના દોશી, પ્રિતી વોરા, વર્ષાબેન આદ્રોજા દ્વારા કરવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement