આજી ડેમ નજીક ઇશ્વર પાર્કમાં બાળકોનાં ઝઘડામાં પાડોશી વચ્ચે મારામારી : બે ઘવાયા

26 February 2021 05:46 PM
Rajkot Crime
  • આજી ડેમ નજીક ઇશ્વર પાર્કમાં બાળકોનાં ઝઘડામાં પાડોશી વચ્ચે મારામારી : બે ઘવાયા

ઝઘડતા પુત્રને છોડાવવા જતાં પિતા અને મિત્રને પાડોશીએ ઢીકાપાટુનો માર માર્યો : ફરિયાદ નોંધાઇ

રાજકોટ તા.26
આજીડેમ નજીક રોલક્ષ કારખાના રોડ પર ઈશ્વર પાર્ક શેરી.2માં રહેતા હિતેષભાઇ સુરેન્દ્રભાઇ ભટ્ટ(ઉ.વ .44)નામના યુવાને પોલીસમાં તેના પાડોશી ચંદુભાઈ ગોહેલ,તેમનો પુત્ર મનોજ ગોહેલ,રમાબેન ગોહેલ અને બીજા એક બહેન સામે મારામારી કર્યાની ફરિયાદ નોંધાવી છે. હિતેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા પરિવાર સાથે રહુ છુ અને મારા કોઠારિયા રોડ પર આજીડેમ પોલીસ સ્ટેશનની સામે શ્રી રાંદેલ મેડીકલ સ્ટોર્સ નામની દુકાન છે

તે હુ ચલાવુ છુ અને મારે સંતાનમાં બે દિકરા છે જેમાં સૌથી મોટો દિકરો દેવ (ઉ.વ.16)નો છે અને તેનાથી નાનો દિકરો કાર્તિક(ઉ.વ .9)છે.આજરોજ બપોરના એકાદવાગ્યેની આસપાસ મોટો દિકરો દેવ તથા મારો મિત્ર આશિષભાઇ ઉર્ફે અશ્વિન ભાઇ પ્રવિણભાઇ નામથી એમ અમે અમારી શેરી મા રહેતા ચંદુભાઇ ગોહેલ ના ઘર પાસે હતા તેમના દિકરાના દિકરા કરણ અને મારો દિકરો કાર્તિક જે બન્ને છોકરા ઓ રમતા રમતા ઝઘડો કરેલ હોય

જે બાબતે અમો તેઓને સમજાવતા હતા તે દરમ્યાન ચંદુભાઇ ગોહિલ,તેઓના પત્નિ રમાબેન તથા તેમનો દીકરો મનોજ ગોહિલ ત્યાં બીજા બે ત્રણ હાજર હતા તે અને આ લોકોને અમો સમજાવતા હતા તે દરમ્યાન ચંદુભાઇ તથા મનોજભાઇ તે બન્ને જણા ઉશ્કેરાઇ જઇ મારી સાથે જપાઝપી કરવા લાગ્યા અને અને તે દરમ્યાન આશીષ તથા મારો દીકરો દેવ બન્ને જણા મને છોડાવવા વચ્ચે પડતા ચંદુભાઇના પત્નિ રમાબેન તથા બીજા એક બહેન જે બન્ને એ પણ મારી સાથે ઝપાઝપી કરેલ અને ઢીકાપાટુનો મારમાર્યો હતો.

ત્યારબાદ ચંદુભાઇએ મને માથામાં લાકડાનો ધોકો મારેલ અને હું નીચે પડી ગયેલ એટલામાં આ મનોજભાઇ છરી લઇ આવ્યા અને મારા દીકરા દેવને ડાબા હાથે છરી મારી દેતા અને તે નીચે પડી જતા માથા માં ઇજા થઈ હતી અને મનોજભાઇ એ આશીષભાઇ ને માથામાં તથા હાથે છરી મારી દેતા અને તે પણ નીચે પડી ગયેલ અને તેના માથા માં ઇજા થયેલ અને આ લોકો ત્યાંથી જતા રહ્યા હતા બાદમાં મારા પાડોસી મને,દેવને તથા આશીષભાઇ એમ ત્રણેયને મારી કારમાં બેસાડી સારવા2 માટે સીવીલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી આદરી છે.


Related News

Loading...
Advertisement