રવિવારે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા પાંચમાં રકતદાન કેમ્પનું આયોજન

26 February 2021 05:45 PM
Rajkot
  • રવિવારે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા પાંચમાં રકતદાન કેમ્પનું આયોજન

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન

રાજકોટ તા.26
સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા તા.28ના રોજ રવિવારે સવારે 8થી 12.30 સુધી સરદાર પટેલ ભવન ખાતે પાંચમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે. સતત પાંચમા વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ યોજાય રહ્યો છે.
રવિવારે સરદાર પટેલ ભવન ખાતે આયોજીત બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના વરદ હસ્તે કરવામાં આવશે તેમજ અતિથિ વિશેષ તરીકે અપુર્વ મુની સ્વામી ઉપસ્થિત રહેશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા ગ્રુપના પ્રમુખ જયસુખ ડોબરીયા, ઉપપ્રમુખ જયેશ દુધાત્રા, નીલેશ વિરાણી, સેક્રેટરી કાન્તીભાઈ સાકરીયા, ટ્રેઝરર ભાવેશભાઈ સોજીત્રા, યોગેશભાઈ સેખડા, મુકુંદભાઈ રાદડીયા, જયંતીભાઈ વેકરીયા, પરસોતમ કાકડીયા, છગનભાઈ બાંભણીયા, રાજેશ ભુત, ચેતનભાઈ અસોદરીયા, ભીખાભાઈ પટેલ, વ્રજલાલ સખીયા, હરેશભાઈ બુસા, બાબુલાલ બગસરીયા, દીનેશભાઈ ભુતાણી, પ્રવિણભાઈ વીરડીયા સહીતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement