શાસકોને ઉભા પગે રાખજો : ઘરમાં પણ કાર્યાલય ખોલજો : કેજરીવાલ

26 February 2021 05:41 PM
Surat Gujarat
  • શાસકોને ઉભા પગે રાખજો : ઘરમાં પણ કાર્યાલય ખોલજો : કેજરીવાલ
  • શાસકોને ઉભા પગે રાખજો : ઘરમાં પણ કાર્યાલય ખોલજો : કેજરીવાલ

સુરતમાં વિજયને વધાવવા આવેલા દિલ્હીના મુખ્યમંત્રીની પક્ષના કોર્પોરેટરોને શીખ : તમો એક દસ જેવા છો : સમગ્ર ગુજરાતને સંદેશો જવો જોઇએ : રોડ શો પૂર્વે સંબોધન : વેપારીઓને પણ મળ્યા

રાજકોટ તા.26
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોનો વિજય થતાં આપ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુશ થઇ સુરતની મુલાકાતે આજરોજ આવી પહોંચ્યા હતાં. આજે સવારે સુરત એરપોર્ટ પર પધારેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ગુજરાત આમ આદમી પાર્ટીના અઘ્યક્ષ ગોપાલભાઇ ઇટાલીયા સહિતના આપના હોદેદારો-કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કર્યુ હતું.

ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કાફલો સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યો હતો. સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરત મનપા ચૂંટણીમાં વિજેતા થયેલા 27 ઉમેદવારો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જીતેલા ઉમેદવારોને સતત લોકોની વચ્ચે રહેવાની સલાહ સાથે લોકો બધુ સહન કરી શકશે પરંતુ પોતાનું અપમાન કયારેય પણ સહન નહી શકે માટે લોકો સાથે સન્માનપૂર્વક વર્તન કરકવુ અને તેમના કામ પુરા કરવાની કોશીષ કરવી રાજકારણમાં આજે સન્માન આપવુ એ જ મોટી વસ્તુ બની ગઇ છે.

ત્યારે તમામ જીતેલા ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં ઓફિસ ખોલવાની રહેશે. રાત્રીના બે વાગ્યે પણ કોઇ તમારી પાસે મદદ માંગવા આવે તો તમારે મદદ કરવા માટે તૈયાર રહેવાનું છે. તમે 27 લોકો જે કરશો તેના પર આખા ગુજરાતમાં આપણે લોકો પાસે મત માંગવાના છે. આપણે 27 છીએ એ 93 છે પરંતુ સંખ્યાથી કોઇ ગભરાવાની જાહેર નથી. આપણો એક માણસ 10 સામે ભારે પડે તેવો છે. આખા ગુજરાતમાં ખબર પડવી જોઇએ કે સુરતમાં એક અલગ પ્રકારની રાજનીતિ શરૂ થયાની જનતાને પ્રર્વતી થવી જોઇએ તેવી શીખ આપી હતી.

અંતમાં તેમણે દરેક વિજેતા ઉમેદવારોને પોતાના વિસ્તારમાં ઓફિસ ખોલવાની રહેશે જો કોઇની ઓફિસ ખોલવા આર્થિક સક્ષમ ન હોય તો ઘરને જ ઓફિસ બનાવી નંબર જાહેર કરવા પર ભાર મુકયો હતો. સુરત ખાતે આવેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આપના હોદેદારો ઉપરાંત વેપારીઓને પણ મળ્યા હતા. સંવાદ કાર્યક્રમ બાદ અરવિંદ કેજરીવાલનો સુરતના વરાછા મીની બજારથી સરથાણા જકાતનાકા સુધી યોજાયેલા રોડ શોમાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડ શો બાદ તક્ષશિલા અગ્નિકાંડ જગ્યા પર જાહેર સભાને સંબોધી પરત દિલ્હી જવા રવાના થયા હતા. અરવિંદ કેજરીવાલની સુરતની મુલાકાતથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના જોમ-જુસ્સામાં વધારો થયો હતો.


Related News

Loading...
Advertisement