ત્રિદિવસીય જયપુર ફુટ કેમ્પ યોજાશે

26 February 2021 05:41 PM
Rajkot
  • ત્રિદિવસીય જયપુર ફુટ કેમ્પ યોજાશે

સરગમ કલબ-કમાણી ફાઉન્ડેશનના ઉપક્રમે

રાજકોટ, તા. ર6
સરગમ કબલ શહેરમાં જયપુર ફૂટ કેમ્પના રૂપમાં વધુ એક સેવા કેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ કલબ અને કમાણી ફાઉન્ડેશનનાં સંયુકત ઉપક્રમે તા. 1/3 સોમવારથી 3/3ના જયપુર કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાના ફોટાવાળુ સરકાર માન્ય ઓળખપત્ર આધારકાર્ડ અને ડોકટરનું વિકલાંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. સાથોસાથ કેલીપર્સ અને ઘોડી વગેરે વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પ તા. 1/3 થી 3/3 સુધી માર્ચના યોજાશે. આ કેમ્પનો લાભ લેવા ઇચ્છતા લોકોને તા.1/3ને સોમવારના સવારે 8.30 કલાકે સરગમ ભવન, જામટાવર રોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં, રાજકોટ. ખાતે દર્દીઓએ રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત જે લોકો અગાઉ સાધનો લઇ ગયા છે અને તેઓને રીપેરીંગ કરાવવાનું હોઇ તેઓએ પણ તા.1/3ના સવારે 8.30 ઉપસ્થિત રહેવું. આ કેમ્પ ત્રણ દિવસ ચાલશે. આ કેમ્પની સફળતા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા તથા કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઇ પટેલ અને આ કેમ્પમાં કમાણી ફાઉન્ડેશનના દીપકભાઇ કમાણી તેમજ રશ્મીભાઇ કમાણીનો સહયોગ મળેલ છે. મનીષભાઇ મારૂ, કિશોરભાઇ પરમાર, પ્રફુલભાઇ મીરાણી, ભરતભાઇ સોલંકી અને કનૈયાલાલ ગજેરા તેમજ કૈલાસબેન વાળા સરગમ લેડીઝ-જેન્ટસના કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement