ગુજરાતમાં ખાનગી વેકસીન સેન્ટરમાં રૂા. 100ની પ્રોસેસ ફી : નીતિન પટેલ

26 February 2021 05:38 PM
Gujarat Politics
  • ગુજરાતમાં ખાનગી વેકસીન સેન્ટરમાં રૂા. 100ની પ્રોસેસ ફી : નીતિન પટેલ

વેકસીનનો ચાર્જ હવે જાહેર થશે : ઓનલાઇન જમા કરાવવાના રહેશે : પહેલા પ્રજા વેકસીન લેશે, મંત્રીઓ-ધારાસભ્યો છેલ્લે : નાયબ મુખ્યમંત્રી : એક મોબાઇલ નંબર પરથી ચાર લોકોનું રજીસ્ટ્રેશન થશે : રાજયમાં 500 સેન્ટર પર વેકસીનેશન

ગાંધીનગર, તા.26
ગુજરાતમાં 1 માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકો તેમજ 40 વર્ષથી ઉપરના ગંભીર બીમારી ધરાવતા નાગરિકો નું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ એસ રવિ એ 1 માર્ચથી શરૂ થનારા રસીકરણ અભિયાન અંતર્ગત વિગતો આપતા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભારત સરકારે તાજેતરમાં નિર્ણય કર્યો છે.

તે મુજબ કોરોના વોરીયસ ભારત સરકાર તરફથી વેક્સિનેશન આપવાનું કામ સમગ્ર દેશમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં પણ આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યના સિનિયર સિટીઝન અને અન્ય સામાન્ય નાગરિકો તેમના માટે વેક્સિનેશન ની શરૂઆત આગામી 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરની અને 45 વરસ સુધીની વ્યક્તિઓ કેજે અન્ય રોગથી પીડાઈ છે તેવા યુવાનોને પણ વેક્સિન આપવામાં આવશે જ્યારે ફ્રન્ટલાઈન કોરોના વોરીયસ ને બીજા તબક્કાનું રસીકરણ અભિયાન હાલ પૂર્ણતાના આરે હોવાની સ્પષ્ટતા કરી હતી.

રાજ્યમાં નાગરિકોને કેવી રીતે રસી આપવામાં આવશે તેવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય અગ્ર સચિવ એ મુદ્દાસર વિગતો આપતાં જણાવ્યું હતું કે વેક્સિન લેનાર પ્રત્યેક નાગરિકે એડવાન્સ માં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને આ અભિયાન રાજ્યમાં પહેલા અઠવાડિયામાં 500 જેટલા સેન્ટરમાં શરૂ કરવામાં આવશે એટલું જ નહીં રસીકરણ અભિયાન કઈ કઈ જગ્યાએ હાથ ધરાશે તેની વેબસાઇટ પર માહિતી ખૂબ જ ઝડપથી ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સરકારી અને ખાનગી વેક્સીનેશન સેન્ટર ઉપર આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે.

જેમાં ઓન સાઈડ રજિસ્ટ્રેશન તેમજ મોબાઈલ ઉપર રજીસ્ટ્રેશન કરી શકાશે જોકે એક મોબાઈલ નંબર ઉપરથી ચાર વ્યક્તિઓ રજીસ્ટેશન કરી શકશે.જેમાં વેકસીન લેનાર વ્યક્તિ એ પોતાનું આધારકાર્ડ ,પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ઓળખપત્રો રજીસ્ટ્રેશન દરમિયાન રજીસ્ટર કરવા પડશે. જોકે આ અભિયાનમાં આવકની કોઈ સીમા નહીં રહે એટલે રાજ્યના તમામ નાગરિકોને સરકારી સેન્ટરો ઉપર નિ: શુલ્ક રીતે વેક્સિનેશન કરવામાં આવશે જ્યારે ખાનગી સેન્ટર ઉપર વેક્સિન લેનાર વ્યક્તિ પાસેથી પ્રોસેસિંગ ફી તરીકે સો રૂપિયા લેવામાં આવશે અને ભારત સરકાર જે દર નક્કી કરે તે મુજબ ઓનલાઇન પેમેન્ટ ભારત સરકારના એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે

આ ઉપરાંત નાગરિકને વેક્સિનેશન પછી પ્રમાણપત્ર સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને આ માટેની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી હતી.આ તબક્કે નીતિનભાઇ પટેલે પત્રકારો એક પ્રશ્ન કર્યો હતો કે વિધાનસભા સત્ર આવી રહી છે ત્યારે 60 વર્ષથી ઉપરના ધારાસભ્યો અને મંત્રીઓ ક્યારે વેકસીન લેશે ? તેવું પુછતાં નીતિનભાઈએ સ્પષ્ટતા કરી હતી કે હાલ સૌપ્રથમ રાજ્યની પ્રજાનું વેકસીનેશન કરાશે અને ત્યારબાદ જાહેર જનતાના પ્રતિનિધિઓ રસી લેશે તેવી સ્પષ્ટતા કરી હતી.

આ તબક્કે તેમણે અત્યાર સુધી ઓનલાઇન કોરોના વોરીયસ ને અપાયેલી વેકસીનેશન અંગેની વિગતો માં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયત્નોથી અત્યાર સુધીમાં એટલે કે આજદિન સુધી 4.82 લાખ માં થી 4.07 લાખ એટલે કે 87 ટકા થી વધુ કોરોના વોરિયર્સ ને રસી અપાઈ ચૂકી છે છે જ્યારે બીજા ડોઝમાં હેલ્થ વર્કરો ને 76% વેક્સિન ડોઝ અપાય ચૂક્યા હોવાનું નીતિનભાઈ જણાવ્યું હતું જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે સમગ્ર દેશમાં પ્રતિ મીલીયન ના માપદંડ મુજબ ગુજરાત રસીકરણ અભિયાન માં પણ પ્રથમ રહ્યું છે.


Related News

Loading...
Advertisement