જય પારસધામ જિનાલયમાં ર0મી સાલગીરી ઉજવાઇ

26 February 2021 05:36 PM
Dharmik
  • જય પારસધામ જિનાલયમાં ર0મી સાલગીરી ઉજવાઇ

જિનશાસન પ્રભાવક આ.ભ.પૂ. શ્રી જયશેખરસૂરીશ્ર્વરજી મહારાજ પે્રરીત શ્રી કાલાવડ રોડ જૈન સંઘ સંચાલિત જય પારસધામ જિનાલયની આજે સવારે અનેરા ધર્મોલ્લાસ સાથે ર0મી સાલગીરી ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે પૂ. સાધ્વીજી ભગવંત શ્રી પદ્મદર્શનશ્રીજી મ. આદિ ઠાણાની પાવન નિશ્રા રહી હતી.
જય પારસધામ જિનાલયની ર0મી સાલગીરી પ્રસંગે સવારે ચતુર્વિધ સંઘ સાથે ધજા સાથેની શોભાયાત્રા, વિધિકાર પ્રકાશભાઇ દોશી દ્વારા ધજાની વિધિ કરાઇ હતી. મુનિસુવ્રતસ્વામી મહિલા મંડળ દ્વારા સત્તરભેદી પૂજા ભણાવાઇ હતી.જય પારસધામ જિનાલયના મુખ્ય શિખરની ધજા તથા નવકારશીમાં વીણાબેન પ્રવીણભાઇભાઇ પટ્ટણી પરિવારે લાભ લીધો હતો.
ઉપરોકત તસ્વીરમાં મુખ્ય શિખર પર ધજા ચઢાવતા પટ્ટણી પરિવારના સભ્યો બીજી તસ્વીરમાં વિધિમાં વ્યસ્ત નિકેશભાઇ, પરાગભાઇ પ્રવીણભાઇ પટ્ટણી, ત્રીજી તસ્વીર કાર્યક્રમની તથા ઇન્સેટમાં મસ્તક પર ધજા લઇને જતી બહેન જોવા મળે છે.


Related News

Loading...
Advertisement