દેશના દરેક જિલ્લામાં બનશે ખેલો ઇન્ડિયા સેન્ટર : મોદી

26 February 2021 05:32 PM
India Sports Top News
  • દેશના દરેક જિલ્લામાં બનશે ખેલો ઇન્ડિયા સેન્ટર : મોદી

વડાપ્રધાને ગુલમર્ગમાં ‘ખેલો ઇન્ડિયા’ વિન્ટર ગેમ્સનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું : આપ જયારે મેદાનમાં ઉતરો છો ત્યારે એકલા નથી હોતા સમગ્ર દેશ આપની સાથે હોય છે : પીએમ

શ્રીનગર તા.26 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કાશ્મીરના ગુલમર્ગમાં ‘ખેલો ઇન્ડિયા’ વિન્ટર ગેમ્સનું વર્ચ્યુઅલ મોડમાં ઉદઘાટન કર્યું હતું. જેમાં દેશભરના વિભિન્ન રાજયોના ખેલાડીઓ ભાગ લઇ રહયા છે. આ તકે વડાપ્રધાને ઓનલાઇન પ્રવચનમાં જણાવ્યું હતુ કે ‘ખેલો ઇન્ડિયા’ અંતર્ગત દરેક જીલ્લામાં એક સેન્ટર વિકસિત કરવામાં આવશે. આટલું જ રમતોમાં ઉચ્ચ શિક્ષણના સંસ્થાન અને રમત વિશ્ર્વ વિધાલયની સ્થાપના પણ કરવામાં આવશે. મોદીએ આ રમતોમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓને આત્મ નિર્ભર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઓળખાવ્યા હતા. આ તકે વડાપ્રધાને જણાવ્યું હતું કે આ રમતોમાં ભાગ લેવાનો અનુભવ ખેલાડીઓને વિન્ટર ઓલિમ્પિકસમાં ભાગ લેવામાં મદદરૂપ થશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે આ રમતોથી જમ્મુ-કાશ્મીરમાં પર્યટનને પણ પ્રોત્સાહન મળશે. રમત આજે દેશની શકિતને પરિચાયક છે. રમતોમાં ભાગ લઇને ખેલાડી વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી શકે છે. વડાપ્રધાને કહયું હતું કે જયારે આપ મેદાનમાં ઉતરો છો ત્યારે આપ એકલા નહી , સમગ્ર દેશ આપની સાથે હોય છે.


Related News

Loading...
Advertisement