સીટી બેંકના 900 મિલિયન ડોલરના બિગ બ્લન્ડરની ભૂમિકામાં વિપ્રોના બે કર્મચારીની ભૂમિકા ખૂલી

26 February 2021 05:29 PM
Top News World
  • સીટી બેંકના 900 મિલિયન ડોલરના બિગ બ્લન્ડરની ભૂમિકામાં વિપ્રોના બે કર્મચારીની ભૂમિકા ખૂલી

બેંકે તેનું કામકાજ વિપ્રોને આઉટ સોર્સ કર્યુ છે : બે કર્મચારીઓએ પેમેન્ટની મંજૂરી આપી હતી

લંડન તા.26
વિશ્વની સૌથી મોટી બેંકોમાં સ્થાન ધરાવતી સીટી બેંકમાં રૂા.900 મીલીયન ડોલરના સર્જાયેલા બીગ બ્લન્ડરમાં ભારતીય સોફટવેર જાયન્ટ કંપની વિપ્રોના બે કર્મચારીઓની પણ ભૂમિકા ખૂલી છે. સીટી બેંક દ્વારા તેના એક મોટા બાકીદારને વ્યાજ પેેટે 7.8 મિલીયન ડોલર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જે વાસ્તવમાં મૂળ રકમ કરતાં અંદાજે 1600 ગણા વધુ ટ્રાન્સફર થઇ ગયા હતા અને તે નાણા પરત મેળવવા માટે સીટી બેંક દ્વારા અમેરીકાની સુપ્રિમ કોર્ટમાં કરાયેલી અરજીમાં બેંકને મોટી નુકશાની સહન કરવી પડે તેવી શકયતા છે. આ વચ્ચે બેંક દ્વારા આ પ્રકારના પેમેન્ટમાં છ અલગ અલગ વ્યકિતઓ ચકાસણી કરે છે અને ત્યારબાદ જ પેમેન્ટ થાય છે અને આ ચકાસણીમાં વિપ્રોના બે કર્મચારીઓની ભૂમિકા પણ ખૂલી છે. જેઓ મંજૂરીની પ્રાથમિક પ્રકિયામાં સામેલ હતા અને બંનેએ આ રકમ ચૂકવવા માટેની મંજૂરી આગળ વધારી હતી અને ત્યારબાદ સીટી બેંકના ચાર અધિકારીઓએ પણ તેને માન્યતા આપી હતી. હવે આ સમગ્ર તપાસમાં વિપ્રોને પણ સામેલ કરવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement